ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market Crash: કોરોનાનો નવો વેરિયન્ટ્સ મળી આવતા શેર બજારમાં ઓલરાઉન્ડ વેચવાલી, સેન્સેક્સમાં 1,687 પોઈન્ટનો કડાકો

શેર બજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે કડાકો (Stock Market Crash) બોલી ગયો હતો. ઓલરાઉન્ડ વેચવાલીના કારણે આજનો દિવસ બ્લેક ફ્રાઈ ડે (Black Friday) સાબિત થયો હતો. મુંબઈ શેર બજારનો (Stock Market) સેન્સેક્સ (Sensex) 1,687.94 પોઈન્ટ (2.87 ટકા)નો કડાકો બોલી 57,107.15ના સ્તર પર બંધ રહ્યો હતો. તેમ જ નિફ્ટી ઈન્ડેક્સ 509.80 (2.91 ટકા) પોઈન્ટ ગબડી 17,026.45ના સ્તર પર બંધ થયો હતો. કોરોના વાઈરસનો નવો વેરિયન્ટ (A new variant of the corona virus) મળી આવ્યાના સમાચાર પાછળ વિશ્વના સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ ડહોળાયું હતું.

By

Published : Nov 26, 2021, 4:21 PM IST

Stock Market Crash: કોરોનાનો નવો વેરિયન્ટ્સ મળી આવતા શેર બજારમાં ઓલરાઉન્ડ વેચવાલી, સેન્સેક્સમાં 1,687 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: કોરોનાનો નવો વેરિયન્ટ્સ મળી આવતા શેર બજારમાં ઓલરાઉન્ડ વેચવાલી, સેન્સેક્સમાં 1,687 પોઈન્ટનો કડાકો

  • સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજાર મોટા કડાકા સાથે બંધ થયું
  • ઓલરાઉન્ડ વેચવાલીના કારણે આજનો દિવસ બ્લેક ફ્રાઈ ડે સાબિત થયો
  • કોરોના વાઈરસનો નવો વેરિયન્ટ મળ્યાના સમાચાર પાછળ વિશ્વના સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ ડહોળાયું

અમદાવાદઃ ડિસેમ્બર ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટના (December Future Option Contract) પ્રથમ દિવસે શેર બજારમાં એક તરફી વેચવાલીના કારણે ગાબડું (Stock Market Crash) પડ્યું હતું. તેજીવાળા ખેલાડીઓએ આજે સવારથી જ પ્રોફિટ બુકિંગ કાઢ્યું હતું. તેમની સાથે FIIએ પણ વેચવાલી ચાલુ રાખી હતી. જોકે, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોની ટેકારૂપી લેવાલી ચાલુ રહી હતી, પરંતુ તેની બજાર પર કોઈ અસર જોવા મળી નહતી અને માર્કેટ વનસાઈડ તૂટ્યું હતું. ટ્રેડિંગ સેશનના મધ્ય ભાગ પછી મંદીવાળા ઓપરેટર્સે પણ હેમરિંગ કર્યું હતું, જેથી બજાર ઝડપથી ઘટ્યું હતું.

આ પણ વાંચોઃભારતમાં વધતો વેક્સિનેશનનો દર ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર માટે સકારાત્મક દ્રષ્ટિકોણ, મુડીઝનો અહેવાલ

કોરોનાના નવા વેરિયન્ટે વૈશ્વિક શેર બજારને પણ હલાવી દીધું

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ (A new variant of the corona virus) આવ્યો છે, જે ખૂબ જ ખતરનાક છે. તેમ જ યુરોપ (Europe), ઈઝરાયેલ (Israel) અને અમેરિકામાં (US) પણ કોરોનાનો નવો વેરિયન્ટ (A new variant of the corona virus) જણાયો છે, જે સમાચાર પાછળ વિદેશના તમામ સ્ટોક્સ માર્કેટમાં ઓલરાઉન્ડ સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. તેમ જ અમેરિકામાં મોંઘવારી વધી રહી છે. આના કારણે ડાઉ જોન્સ અને નેસડેક ઈન્ડેક્સ પણ માઈનસમાં રહ્યા હતા. તેની સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટ પર નેગેટિવ અસર જોવા મળી હતી.

છેલ્લા 2 મહિનાથી વિદેશી ફંડો (FII) નેટ સેલર છે

આજે શુક્રવારે ડિસેમ્બર ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટનો (December Future Option Contract) પ્રથમ દિવસ હતો. વિદેશના અને એશિયાઈ સ્ટોક માર્કેટમાં નેગેટિવ અહેવાલો પાછળ ભારતીય શેર બજારમાં પણ આજે સવારથી જ વેચવાલી રહી હતી અને શેરોની જાતેજાતના ભાવમાં ગાબડા (Stock Market Crash) પડ્યા હતા. ડિસેમ્બર એફેન્ડોની આજે ખૂબ જ ખરાબ શરૂઆત થઈ છે. જોકે, છેલ્લા 2 મહિનાથી વિદેશી ફંડો (FII) નેટ સેલર છે. FIIને નાણાકીય વર્ષ તરીકે ડિસેમ્બર આખર હોય છે. આના કારણે FII પ્રોફિટ બુકિંગ કરી અને પોતાની નેટ એસેટ વેલ્યુ ઊંચી દર્શાવે છે. પરિણામે ભારતીય શેર બજારમાં ઓવર વેલ્યુએશન હોવાથી FIIએ વેચવાલી કાઢી છે.

આ પણ વાંચોઃએરપોર્ટ ક્ષેત્રમાં 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ, નાગરિક ઉડ્ડયન સચિવે આપી માહિતી

મુહૂર્તની 'કેન' મંદીમાં પડી

અગ્રણી જાણકારોના કહેવા પ્રમાણે, વિક્રમ સંવંત 2078ના મુહૂર્ત ટ્રેડિંગ ખૂબ જ આશાસ્પદ વાતાવરણમાં શરૂ થયા હતા, પરંતુ મુહૂર્તની 'કેન' મંદીમાં પડી છે. હવે જ્યાં સુધી સેન્સેક્સ 60,000 અને નિફ્ટી 17,900 ઉપર બંધ ન આવે ત્યાં સુધી માર્કેટમાં દરેક ઉછાળે સેલિંગ પ્રેશર આવશે અને માર્કેટમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળશે.

શેર બજાર અંગે નિષ્ણાતોનો અભિપ્રાય

વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ (Wealthstreet co-founder Rakesh Lahoti) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ફૂગાવાના દબાણમાં અગ્રણી સેન્ટ્રલ બેન્ક્સ દ્વારા ઝડપી ટેપરિંગ અને ત્યારબાદ રેટ વૃદ્ધિની શક્યતા જોતા એવું કહી શકાય કે, બજાર માટે વિપરિત અહેવાલોનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. સ્થાનિક સ્તરે ચૂંટણીઓની સિઝન આવી છે. આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત મહત્ત્વના રાજ્યોમાં ચૂંટણીઓને જોતા બજારની નજર તેમના પર રહેશે. આ સ્થિતિમાં સૌથી મહત્ત્વની બાબત કેશને જાળવી રાખવાની છે. જેઓ ઝડપી રોટેશન કરી શકે છે. તેઓ બજારમાં પેનિકના સમયમાં ખરીદી કરીને બાઉન્સ વખતે એક્ઝિટ લઈ શકે છે. રાકેશ લાહોટીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે બીજો વ્યૂહ ક્વાલિટી કાઉન્ટર્સને પસંદ કરી તેમાં ચાર તબક્કામાં દરેક ઘટાડે રોકાણ વધારવાનો હોય શકે છે. માર્કેટમાં વેલ્યૂએશન્સ ઊંચા છે અને આ સ્થિતિમાં કોઈ પણ નવા બેટમાં અભ્યાસ જરૂરી બની જાય છે. આગામી સમયગાળામાં તેજી સ્ટોક સ્પેસિફિક બની રહેશે એ પણ યાદ રાખવાનું રહેશે. કેમ કે, ઊંચા ફૂગાવાને જોતા તમામ કંપનીઓ ઊંચો અર્નિંગ્સ ગ્રોથ જાળવી શકશે કે કેમ તે શંકાનો વિષય છે. ફાર્મા કંપનીઓમાં વર્તમાન વેલ્યૂએશન અન્યોની સરખામણીમાં વાજબી જણાય છે. પસંદગીના ફાર્મા શેર્સમાં ખરીદી કરવાનું વિચારી શકાય. ખાનગી બેન્કિંગ શેર્સમાં ઘટાડે ખરીદી કરી શકાય. તો જાહેર સાહસોમાં સેન્ટિમેન્ટનો આધાર સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામની ઝડપ પર છે. જોકે પીએસયૂ શેર્સમાં ઓવરઓલ કામગીરી સુધારા પર છે અને તેથી વેલ્યૂએશન તેમ જ ડિવિડન્ડ યિલ્ડને જોતાં ખરીદી માટે ખોટા નથી.

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સ (Top Gainers Shares) પર નજર કરીએ તો, કિપ્લા (Cipla) 7.42 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 3.47 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 2.88 ટકા, નેશલે (Nestle) 0.23 ટકા, ટીસીએસ (TCS) 0.03 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સ (Top Losers Shares) પર નજર કરીએ તો, જેએસડબ્લ્યુ સ્ટિલ (JSW Steel) -7.67 ટકા, હિન્દલ્કો (Hindlco) -6.72 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -6.61 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -5.99 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -5.94 ટકા ગગડ્યા છે.

સેન્સેક્સઃ - 1,687.94

ખૂલ્યોઃ 58,254.79

બંધઃ 57,107.15

હાઈઃ 58,254.79

લોઃ 56,993.89

NSE નિફ્ટીઃ -509.80

ખૂલ્યોઃ 17,338.75

બંધઃ 17,026.45

હાઈઃ 17,355.40

લોઃ 16,985.70

ABOUT THE AUTHOR

...view details