ગુજરાત

gujarat

ETV Bharat / business

સામાન્ય વધારા સાથે શરૂં થયું Share Market, સેન્સેક્સ માત્ર 40 પોઈન્ટ ઉછળ્યો - વૈશ્વિક બજાર

આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત લીલા નિશાન (સામાન્ય વધારા) પર થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 40.03 પોઈન્ટ (0.07 ટકા)ના વધારા સાથે 58,287.12ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 18.65 પોઈન્ટ (0.11) ટકાના વધારા સાથે 17,398.65ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સામાન્ય વધારા સાથે શરૂં થયું Share Market, સેન્સેક્સ માત્ર 40 પોઈન્ટ ઉછળ્યો
સામાન્ય વધારા સાથે શરૂં થયું Share Market, સેન્સેક્સ માત્ર 40 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Sep 15, 2021, 9:54 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • સેન્સેક્સમાં (Sensex) 40.03 તો નિફ્ટીમાં 18.65 પોઈન્ટનો ઉછાળો
  • આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત લીલા નિશાન પર થઈ

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે, જેની અસર ભારતીય શેર બજાર પર પણ પડી છે. ત્યારે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત લીલા નિશાન (સામાન્ય વધારા) પર થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 40.03 પોઈન્ટ (0.07 ટકા)ના વધારા સાથે 58,287.12ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 18.65 પોઈન્ટ (0.11) ટકાના વધારા સાથે 17,398.65ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?

આ સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર ઝી એન્ટરટેઈન્મેન્ટ (Zee Entertainment), શ્રી સિમેન્ટ (Shree Cement), ટાટા સ્ટિલ (Tata Steel), આઈએસજીઈસી હેવી એન્જિનિયરિંગ (ISGEC Heavy Engineering), શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફિન (Shriram Transport Fin), એસબીઆઈ (SBI) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો

આ કંપનીનો IPO આજે ખૂલશે

હાઈ-વેથી જોડાયેલી સર્વિસીઝ આપનારી માર્કોલાઈન્સ ટ્રાફિક કન્ટ્રોલ્સ (Markolines Traffic Controls)નો IPO આજે (15 સપ્ટેમ્બરે) ખૂલશે. કંપની ઈશ્યુથી 40 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. કંપની આ ફંડનો ઉપયોગ કેપિટલ બેઝ મજબૂત કરવા અને વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે. કંપનીનો ઈશ્યુ 20 સપ્ટેમ્બરે બંધ થશે.

ABOUT THE AUTHOR

...view details