ગુજરાત

gujarat

ETV Bharat / business

ઍમેઝોન પર સમર સેલ, ગ્રાહકોને આ વસ્તુઓ પર મળશે મેગા ડીસ્કાઉન્ટ - National News

ન્યૂઝ ડેસ્કઃ ઍમેઝોન ઈન્ડીયાએ ગુરુવારે પોતાના વાર્ષિક સમર સેલની જાહેરાત કરી દીધી છે. આ સેલ 4 મે થી 7 મે 2019 સુધી ચાલશે. જો કે, પ્રાઈમ મૅમ્બર્સને આ સેલનો લાભ 3 મેના બપોર 12 વાગ્યાથી મળશે.

ઍમેજોન ઈંડીયા

By

Published : Apr 26, 2019, 11:31 AM IST

Updated : Apr 26, 2019, 3:18 PM IST

ઍમેઝોનના આ સેલમાં સ્માર્ટફોન્સ, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, લાર્જ એપ્લાયન્સ, ટીવી, સ્પોર્ટ અને ફિટનેસ સહિતની હજારો આઈટમ્સ મળશે.

આ સેલ દરમિયાન ગ્રાહક ઍમેઝોન પર 17 કરોડથી વધારે વસ્તુઓની ખરીદી કરી શકે છે. ઍમેઝોન ઈન્ડિયાના ઉપાધ્યક્ષ મનીષ તિવારીએ કહ્યુ કે, ઍમેઝોન સમર સેલમાં તે બધી જ વસ્તુને પ્રસ્તુત કરવામાં આવશે જેની જરુરીયાત ગ્રાહકોને આ સીઝનમાં હોય છે.

આ સેલમાં સારી ડીલ્સ, ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ ઈએમઆઈ અને અનુકૂળ વિનિમયના વિકલ્પો ઉપલ્બ્ધ હશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ કે, ઍમેઝોન સમર સેલ દરમિયાન OnePlus, એપલ, સેમસંગ, Oppo, Xiaomi, રૉ, Hush Puppies, સિમ્બલ, યુસીબી, પુમા, Veromoda, Yuespolo, બિઇંગ હ્યુમન, જેક અને જોન્સ, રૈંગલર, Biba, જેબીએલ, બોસ, સની, એલજી, બીપીએલ, ટીસીએલ, બોશ, વ્હર્લપૂલ, વોલ્ટાસ અને અન્ય બ્રાન્ડ પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર મળશે.

ગ્રાહકો બજાજ ફાઈનાન્સ કાર્ડ્સ, ડેબિટ અને ક્રેડીટ કાર્ડ પર નો કોસ્ટ ઈએમઆઈ સાથે 10 કરોડથી પણ વધારે વસ્તુઓની ખરીદી કરી શકે છે.

Last Updated : Apr 26, 2019, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details