ગુજરાત

gujarat

ETV Bharat / business

Spicejet ઓગસ્ટથી 16 નવી ફ્લાઇટ શરૂ કરશે - airlines spicejet

એરલાઇન્સ સ્પાઇસ જેટ (Spicejet) ઓગસ્ટમાં તેના ઘરેલુ નેટવર્કમાં 16 નવી ફ્લાઇટ્સ શરૂ કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ભાવનગરને દિલ્હી, મુંબઈ અને સુરત સાથે જોડતી સીધી ફ્લાઇટ 20 ઓગસ્ટથી શરૂ થશે.

ઓગસ્ટથી સ્પાઇસ જેટ 16 નવી ફ્લાઇટ શરૂ કરશે
ઓગસ્ટથી સ્પાઇસ જેટ 16 નવી ફ્લાઇટ શરૂ કરશે

By

Published : Aug 1, 2021, 10:02 AM IST

  • સ્પાઇસજેટે (Spicejet)દેશભરમાં 16 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી
  • નવી ફ્લાઇટમાં સીધી ફ્લાઇટ્સ પણ શામેલ
  • દિલ્હી-જમ્મુ વચ્ચે વધારાની ફ્લાઇટ ઉમેરવામાં આવશે

નવી દિલ્હી:એરલાઇન્સ સ્પાઇસજેટે (Spicejet)દેશભરમાં 16 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા મુજબ નવી ફ્લાઇટમાં ગુજરાતના ભાવનગરને દિલ્હી, મુંબઇ અને સુરત સાથે જોડતી સીધી ફ્લાઇટ્સ પણ શામેલ છે.

ભાવનગરને દિલ્હી, મુંબઇ અને સુરત સાથે જોડતી સીધી ફ્લાઇટ 20 ઓગસ્ટથી શરૂ

એરલાઇને શનિવારે કહ્યું કે, તે 10 વધુ ફ્લાઇટ્સ પણ શરૂ કરશે. જે ગ્વાલિયરને જયપુર, કિશનગઢ (અજમેર)થી મુંબઇ, બેલાગવીથી દિલ્હી અને વિશાખાપટ્ટનમથી બેંગલુરુને જોડશે. આ સિવાય દિલ્હી-જમ્મુ વચ્ચે વધારાની ફ્લાઇટ ઉમેરવામાં આવશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 16 નવી ફ્લાઇટ્સ રજૂ કરશે. જેમાં ભાવનગર (ગુજરાત)ને તેના સ્થાનિક નેટવર્કમાં ઉમેરવાનો સમાવેશ થાય છે. ભાવનગરને દિલ્હી, મુંબઇ અને સુરત સાથે જોડતી સીધી ફ્લાઇટ 20 ઓગસ્ટથી શરૂ થશે.

આ પણ વાંચો:અમદાવાદઃ UKથી આવેલી ફ્લાઇટના 5 પ્રવાસી કોરોના પોઝિટિવ, જુઓ અન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા

આ પણ વાંચો:રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટ 20થી 24 જાન્યુઆરી સુધી રદ્દ

ABOUT THE AUTHOR

...view details