ગુજરાત

gujarat

ETV Bharat / business

SONYએ લોન્ચ કર્યા વાયરલેસ નૉઇઝ કૅન્સલિંગ હેડફૉન

ન્યુઝ ડેસ્ક: સોની ઇન્ડિયાએ સોમવારે  વાયરલેસ નૉઇઝ કૅન્સલિંગ Sony WH-XB900N ભારતમાં 16,990 રુપિયાની કિંમત સાથે લોન્ચ કર્યા હતા. આ હેડફોન બધા સોની સેન્ટર પર અને મુખ્ય ઇલેક્ટ્રોનિક સ્ટોર્સમાં ઉપલબ્ધ રહેશે.

hj,kj,.

By

Published : Jul 16, 2019, 12:47 PM IST

આ ઉપકરણ ટચ કંટ્રોલ સાથે આવે છે અને યુઝર્સને પ્લે, પાઉઝ, ગીતને પાછું લેવા, ગીતો બદલવા અને વોલ્યુમને સમાયોજિત કરવા માટે ઇયરકપ પર ટચપેડને સ્વાઇપ કરવાની સુવિધા આપે છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગૂગલ આસિસટન્ટ અને એમેઝોન એલેક્ઝા વૉઇસ કંટ્રોલની મદદથી, વપરાશકર્તાઓ તેના મનપસંદ ગીતોને સાંભળી અથવા અવાજ ઓછો અથવા વધુ કરી શકે છે.

આ હેડફોન બેટરી 30 કલાક સુધી ચાલે છે અને તેને USB કેબલ દ્વારા ચાર્જ કરવામાં આવે છે.

સોનીએ દાવો કર્યો છે કે આ હેડફોનમાં ઝડપી ચાર્જિંગ શક્ય છે, જેના દ્વારા દસ મિનિટના ચાર્જથી એક કલાક સુધી હેડફોન ચાલે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details