ગુજરાત

gujarat

ETV Bharat / business

MCX પર ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 74000ને પાર, સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 55,500 - આજનો ચાંદીનો ભાવ

મલ્ટિ કમોડિટી એક્સચેંજ (MCX) પર ચાંદીનો સપ્ટેમ્બર એક્સપાયરી કોન્ટ્રાક્ટ ગુરુવારે બપોરે 11.32 વાગ્યે અગાઉના સત્રથી રૂપિયા 2,750 અથવા 3.83 ટકાના વધારા સાથે રૂપિયા 74,643 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે ચાંદીના અગાઉના કારોબાર દરમિયાન રૂપિયા 74,768 પર ટ્રેડ થયો હતો. નવ વર્ષમાં આ ઉચ્ચતમ સ્તર છે.

સોના ચાંદીનો ભાવ
સોના ચાંદીનો ભાવ

By

Published : Aug 6, 2020, 3:36 PM IST

મુંબઇ: યુએસ ડોલરની નબળાઇને કારણે સોના અને ચાંદીમાં નોંધપાત્ર સુધારો થયો છે. સોનું સતત ટોચ પર પહોંચી રહ્યું છે અને ચાંદીમાં તેજી દરરોજ વધી રહી છે. ભારતીય વાયદા બજારમાં ચાંદી ગુરુવારે પ્રતિ કિલો રૂપિયા 74,000ને પાર થઇ હતી અને ટૂંક સમયમાં તેના અગાઉના તમામ રેકોર્ડ તોડશે. આ અઠવાડિયે ચાંદી લગભગ 1000 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. ચાંદીનો સૌથી સક્રિય વાયદો કોન્ટ્રાક્ટ 31 જુલાઈના રોજ કિલો દીઠ રૂ.પિયા 64,984 પર બંધ રહ્યો હતો, જ્યારે ગુરુવારે વધીને 74,768 રૂપિયા થયો હતો.

મલ્ટિ કમોડિટી એક્સચેંજ (MCX) પર ચાંદીનો સપ્ટેમ્બર એક્સપાયરી કોન્ટ્રાક્ટ ગુરુવારે બપોરે 11.32 વાગ્યે અગાઉના સત્રથી રૂપિયા 2,750 અથવા 3.83 ટકાના વધારા સાથે રૂપિયા 74,643 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે ચાંદીના અગાઉના કારોબાર દરમિયાન રૂપિયા 74,768 પર ટ્રેડ થયો હતો. નવ વર્ષમાં આ ઉચ્ચતમ સ્તર છે. 25 એપ્રિલ 2011ના રોજ, એમસીએક્સ પર ચાંદીનો ભાવ કિલો દીઠ રૂપિયા 76,600 સુધી ગયો, જે અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર છે.

ઓક્ટોબર વાયદાના કરારમાં એમસીએક્સ પર સોનાનો વાયદો રૂપિયા 442 અથવા 0.80 ટકાના વધારા સાથે 10 ગ્રામ દીઠ રૂપિયા 55540 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે અગાઉના કારોબાર દરમિયાન સોનામાં 10 ગ્રામ દીઠ રૂપિયા 55,580 નો વધારો થયો હતો, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કોમેક્સમાં સોનાનો ઓક્ટોબર વાયદો કરાર પાછલા સત્રની સરખામણીમાં 15.40 ડોલર અથવા 0.76 ટકાના વધારા સાથે 2052.50 ડોલરના સ્તરે કારોબાર કરી રહ્યો છે. પાછલા સત્રમાં સોનાનો વાયદો ભાવ કોમેક્સ પર 2057.50 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ગયો હતો, જે અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર છે. વૈશ્વિક બજારમાં, હાજરમાં સોનાનો ભાવ પ્રતિ દીઠ 2050.02 હતો.

ABOUT THE AUTHOR

...view details