ગુજરાત

gujarat

ETV Bharat / business

Invest In Share Market: શેરબજારમાં રોકાણ કરવા માટે શું લોન લેવી જોઇએ?

કહેવાય છે કે શેરબજારમાં પૈસાનું રોકાણ (investing money in the stock market) જુગાર જેવું છે. જુગાર એટલે જોખમ. આના પર કેટલાક લોકો કહેશે કે જે જોખમ લે છે તેને ફાયદો થાય છે અને તે આગળ વધે છે, પરંતુ શેરબજારના નિષ્ણાત તુમ્મા બલરાજ (stock market expert tumma balraj) રોકાણકારોને પૈસા ઉધાર લઈને રોકાણ ન કરવાની સલાહ આપે છે.

Investment In Share Market: શેર બજારમાં રોકાણ કરવા માટે શું લોન લેવી જોઇએ?
Investment In Share Market: શેર બજારમાં રોકાણ કરવા માટે શું લોન લેવી જોઇએ?

By

Published : Dec 20, 2021, 5:23 PM IST

Updated : Dec 20, 2021, 5:39 PM IST

હૈદરાબાદ: જે લોકો પાસે પૈસા છે, તેઓ એ દુવિધામાં રહે છે કે તેમની સંપત્તિ કેવી રીતે વધારવી. તેઓ તેમના પૈસા વધારવા માટે વિકલ્પો શોધતા રહે છે. અહીં થાય છે શેરબજારની એન્ટ્રી. જો આપણે સ્ટોક બ્રોકરોની સલાહ લઈને રોકાણ કરીએ તો ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં શેરબજારમાં રોકાણ (Invest In Share Market) ઘણું વધ્યું છે, જેના કારણે લોકોને ફાયદો પણ થયો છે. આ જોઈને બીજા ઘણા લોકો પણ શેરબજારમાં રોકાણ (Investment In Share Market) કરવા ઈચ્છે છે. જેમની પાસે પૈસા નથી તેઓ શેરબજારમાંથી નફો કમાવવા માટે રોકાણ માટે ઉધાર લે છે, પરંતુ શેરબજારના નિષ્ણાત તુમ્મા બલરાજ (stock market expert tumma balraj) કહે છે કે, આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પ્રશ્ન એ છે કે રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?

ઉધાર લઇને રોકાણ કરવું યોગ્ય નથી

શેરબજારના નિષ્ણાતો (share market expert) લોકોને રોકાણ કરવાની સલાહ આપે છે, પરંતુ ઉધાર લઈને રોકાણ ન કરો. નિષ્ણાતોનું માનવું છે કે, તમારા પૈસાનું રોકાણ કરો (invest your own money), ઉધાર લઈને રોકાણ કરવું યોગ્ય નથી. ચાલો જાણીએ શા માટે?

આગામી 15 વર્ષ માટેની નાણાકીય યોજના

નરેશ પૂછે છે કે, “મારી ઉંમર 24 વર્ષ છે અને તાજેતરમાં મને નોકરી મળી છે. મારે રૂ. 75 લાખની ટર્મ પોલિસી લેવી છે. ઉપરાંત દર મહિને રૂ. 10,000નું રોકાણ (every month investment plan) કરવાનો વિચાર છે. આગામી 15 વર્ષ માટે મારી નાણાકીય યોજના (financial planning for 15 years) શું હોવી જોઇએ?

તમારા પર નિર્ભર લોકોને નાણાકીય સુરક્ષા આપવા માટે ટર્મ પોલિસી એ સારો વિચાર છે. પોલિસી લેતી વખતે ખાતરી કરો કે પોલિસીની રકમ તમારી વાર્ષિક આવકના 10થી 12 ગણી છે. આ રકમને વિભાજિત કરવાનો પ્રયાસ કરો અને ચુકવણીનો ઇતિહાસ જોઈને 2 સારી કંપની (term policy companies in india)થી લો. આ ઉપરાંત, વ્યક્તિગત અકસ્માત વીમો (personal accident insurance) અને અપંગતા વીમા પૉલિસી પસંદ કરો. જો તમારી પાસે સ્વાસ્થ્ય વીમો નથી, તો પછી લઇ લો. એક SIP દ્વારા વિવિધ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 10,000નું રોકાણ (investment in mutual funds) કરો. થોડું જોખમ છે, પરંતુ લાંબા ગાળે સારા વળતરની સંભાવના છે. જો તમે 15 વર્ષ માટે દર મહિને રૂ. 10,000નું રોકાણ કરો છો, તો તમને અંદાજિત 12% વળતર સાથે આશરે રૂ. 44,73,565 મળી શકે છે. તમારી આવક વધે તેમ તમારું રોકાણ વધારતા રહો.

પર્સનલ લોન લઇને શેરબજારમાં રોકાણ કરવું જોઇએ?

મહિપાલ પર્સનલ લોન લઈને શેર્સમાં રોકાણ કરવા માંગે છે અને પર્સનલ લોન પર વાર્ષિક 13 ટકા વ્યાજ મળે છે. તે કહે છે કે, મને ખબર પડી કે જો આપણે શેરબજારમાં રોકાણ કરીશું તો વધુ વળતર મળશે, શું તે સાચું છે? જો હા, તો કઈ સાવચેતી રાખવી જોઈએ?

છેલ્લા એક વર્ષમાં શેરબજારે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન રોકાણ કરનારાઓને પણ સારું વળતર મળ્યું છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું પડશે કે શેરબજારમાં નફાની સાથે નુકસાન પણ છે. હંમેશા તમારા પૈસાનો ઉપયોગ રોકાણ માટે કરો. ઉધાર લઈને રોકાણ કરવું યોગ્ય નથી. જ્યારે તમે પર્સનલ લોન લો છો, ત્યારે તમારે વ્યાજની સાથે પ્રોસેસિંગ ફી (personal loan processing fee) પણ ચૂકવવી પડે છે. એકંદરે વ્યાજ દર 13 ટકાથી વધુ છે. તેથી, ઉધાર લઈને રોકાણ કરવાને બદલે, તમે લોન લીધા પછી જે EMI ચૂકવો છો તેને ધ્યાનમાં રાખો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રોકાણ કરો. જો તમે પાંચ વર્ષથી વધુ રોકાણ ચાલુ રાખવા માંગતા હોવ તો જ શેરબજારમાં રોકાણ કરો.

હાઇબ્રિડ ઇક્વિટી ફંડ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ

શ્વેતા કહે છે, "અમારી છોકરી 6 વર્ષની છે અને અમે તેના નામે PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના (sukanya samriddhi yojana)માં રોકાણ કરવા માંગીએ છીએ. અમે દર મહિને રૂ. 8,000 ફાળવી શકીએ છીએ." અમને રોકાણના વિકલ્પો સૂચવો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (public provident fund) અને સુકન્યા સમૃદ્ધિ યોજના સલામત વિકલ્પો છે. ટેક્સ બચાવવા માટે તેમાં રોકાણ કરવામાં આવે છે, કારણ કે તેમાંથી થતી આવક પર ટેક્સ લાગતો નથી. રૂ. 8,000માંથી રૂ. 5,000 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અને બાકીના રૂ. 3,000 હાઇબ્રિડ ઇક્વિટી ફંડમાં રોકાણ કરો. હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે 15 વર્ષ સુધી આ બંને સ્કીમમાં 8,000 રૂપિયાનું રોકાણ કરવાનું ચાલું રાખો છો, તો તમને 10 ટકાના સરેરાશ વ્યાજ દર સાથે 30,50,158 રૂપિયા મળશે.

FDની જગ્યાએ લિક્વિડ ફંડ્સમાં રોકાણ કરવું જોઇએ?

કૃષ્ણા રોકાણના વિકલ્પને લઇને પૂછે છે કે, "હું 2 મહિનામાં રિટાયર થઈ જઇશ અને ત્યારબાદ હું દર મહિને આવક વધારવાને લઇને રોકાણ કરવા ઇચ્છુ છું. શું હું બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટની જગ્યાએ લિક્વિડ ફંડ્સમાં રોકાણ કરી શકું છું."

વર્તમાન સમયમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર મળનારું રિટર્ન લિક્વિડ ફંડની સરખામણીએ વધારે છે. તમે રિટાયરમેન્ટ બાદ મળનારા લાભોને પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિક યોજના અથવા પ્રધાન મંત્રી વય વંદના યોજનાઓમાં રોકાણ કરી શકાય છે. આમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તમે નિયમિત આવક માટે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનો પણ વિચાર કરી શકો છો.

આ પણ વાંચો: જાણો કેવી રીતે પસંદ કરવી શ્રેષ્ઠ કાર વીમા પોલિસી?

આ પણ વાંચો: હોમ લોન EMIનો બોજો ઘટાડવા માટેની ટિપ્સ

Last Updated : Dec 20, 2021, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details