નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે સતત ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલના ભાવમાં 22-23 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ફરીથી ડીઝલ 20-21 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયુ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો શું છે રેટ? - diesel
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસા અને ચેન્નાઈમાં 23 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. જ્યારે દિલ્હી અને કોલકાતા ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, તેમજ મુંબઈ અને ચેન્નઈમાં પણ 21 પૈસાનો ઘટાડો કરાવાયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો
છેલ્લા ત્રણ દિવસમાં ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરદીઠ આશરે 50 પૈસાની રાહત મળી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે ક્રૂડ તેલના ભાવમાં ફરીથી વધારો થયો છે.