- વૈશ્વિક બજાર (Global Market) તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના ત્રીજા દિવસે શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
- સેન્સેક્સ (Sensex) 90.46 તો નિફ્ટી (Nifty) 40.30 પોઈન્ટનો વધારો
અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 90.46 પોઈન્ટ (0.17 ટકા)ના વધારા સાથે 54,645.12ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 40.30 પોઈન્ટ (0.25 ટકા)ના વધારા સાથે 16,320.40ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો-હવે ઘરે ડીઝલ મંગાવો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એપ દ્વારા શરૂ કરી સેવા
આ શેર્સ પર રહેશે નજર
આજે શેર બજારની મજબૂત શરૂઆત થઈ છે ત્યારે આજે દિવસભર ઝોમેટો (Zomato), જીએમઆર ઈન્ફ્રા (GMR Infra), સેન્ચુરી પ્લાય (Century Ply), કોલ ઈન્ડિયા (Coal India), જે કુમાર ઈન્ફ્રા (J Kumar Infra), મધરસન સુમી (Motherson Sumi) જેવા શેર્સ પર સૌથી વધુ નજર રહેશે.
આ પણ વાંચો-એર એશિયા ઇન્ડિયાએ માર્ચ 2022 સુધી શરૂ કર્યો ફ્લેશ સેલ
વૈશ્વિક બજાર (Global Market)માં મિશ્ર વેપાર થઈ રહ્યો છે
વૈશ્વિક બજાર (Global Market)ની વાત કરીએ તો, આજે એશિયાઈ બજાર (Asian Market)માં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 38 પોઈન્ટની ઉપર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.62 ટકા વધારા સાથે જોવા મળી રહ્યું છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ (Straits Times) 0.41 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.36 ટકાના સામાન્ય ઘટાડા સાથે 17,262.12ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.73 ટકાના વધારા સાથે 26,798.91ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.21 ટકાનો ઘટાડો અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.21 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં પણ દબાણ જોવા મળી રહ્યું છે.