- વૈશ્વિક બજાર (Global Market) તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે
- સેન્સેક્સ (Sensex) 163.31 તો નિફ્ટી (Nifty) 41.75 પોઈન્ટના ઉછાળા સાથે શરૂ થયો
- સપ્તાહના છેલ્લા દિવસે ફરી એક વાર શેર બજારની (Stock Market) મજબૂત શરૂઆત થઈ
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market) ની શરૂઆત રેકોર્ડ હાઈ સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 163.31 પોઈન્ટ (0.30 ટકા)ના વધારા સાથે 55,007.29ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 41.75 પોઈન્ટ (0.26 ટકા)ના વધારા સાથે 16,406.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-TikTok સૌથી વધુ ડાઉનલોડ થયેલું એપ, Facebookને છોડ્યું પાછળ
આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે
શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થતા રોકાણકારોમાં નવી તકની આશા જોવા મળી રહી છે. ત્યારે આજે દિવસભર શેર બજારમાં અશોક લેલેન્ડ (Ashok Leyland), ઈન્ડિગો (Indigo), સ્પાઈસજેટ (Spicejet), ટાટા પાવર (Tata Power), હીરો મોટોકોર્પ (Hero Motocorp), આઈઆરસીટીસી (IRCTC), ઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો-પહેલા ક્વાર્ટરમાં ઝોમેટોની ખોટ વધીને 356 કરોડ રૂપિયા પર પહોંચી
વૈશ્વિક બજારમાં ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં પણ ફ્લેટ વેપાર થઈ રહ્યો છે
વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (NGX NIFTY) 5.50 પોઈન્ટ નીચે વેપાર કરી રહ્યો છે. નિક્કેઈ 0.10 ટકાના વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ (Straits Times)માં 0.54 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.76 ટકાના સામાન્ય ઘટાડા સાથે 17,089.78ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.28 ટકાના ઘટાડા સાથે 26,442.72ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 1.38 ટકાનો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં પણ ફ્લેટ વેપાર થઈ રહ્યો છે.