ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 95 પોઈન્ટનો ઉછાળો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 95.95 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 55,852.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 19.65 પોઈન્ટ (0.12 ટકા)ના ઘટાડા સાથે 16,617.25ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 95 પોઈન્ટનો ઉછાળો
સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 95 પોઈન્ટનો ઉછાળો

By

Published : Aug 27, 2021, 9:30 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • સેન્સેક્સમાં (Sensex) 95.95 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટીમાં (Nifty) 19.65 પોઈન્ટનો ઘટાડો
  • સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 95.95 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 55,852.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 19.65 પોઈન્ટ (0.12 ટકા)ના ઘટાડા સાથે 16,617.25ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી

આ 5 સ્ટોક્સ પર રોકાણકારોની નજર હોવી જોઈએ

આજે દિવસભરની ઉથલપાથલ દરમિયાન રોકાણકારોની નજર મહત્ત્વના સ્ટોક્સ પર હોવી જોઈએ. આ સ્ટોક્સમાં ન્યૂ એફ એન્ડ ઓ સ્ટોક્સ (New F&O Stocks), સ્પાઈસ જેટ (Spicejet), ભેલ (BHEL), હિન્દ કોપર (Hind Copper), એચયુએલ (HUL)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો-જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો

વૈશ્વિક બજાર (Global Market)માં નબળો વેપાર જોવા મળ્યો

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો ગઈકાલે ડાઉ (DOW) 190 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. તો આજે એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 25 પોઈન્ટની ઉપર વેપાર કરી રહ્યો છે. નિક્કેઈ 0.33 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ (Straits Times) 0.66 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.62 ટકાના વધારા સાથે 17,173.17ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.78 ટકાના વધારા સાથે 25,614.51ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.30 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.62 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details