- વૈશ્વિક બજારમાં (Global Market) આજે પોઝિટિવ સંકેત મળી રહ્યા છે
- આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નવા રેકોર્ડ સ્તર પર થઈ
- સેન્સેક્સ (Sensex) 169.15 તો નિફ્ટી (Nifty) 36.85 પોઈન્ટ ઉછળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નવા રેકોર્ડ સ્તર પર થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 169.15 પોઈન્ટ (0.29 ટકા)ના વધારા સાથે 58,892.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 36.85 પોઈન્ટ (0.21 ટકા)ના ઉછાળા સાથે 17,556.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃGSTમાં પેટ્રોલ-ડીઝલને કરવામાં આવી શકે છે સામેલ, 17 સપ્ટેમ્બરના કાઉન્સિલની બેઠક
વૈશ્વિક બજારમાં (Global Market) ક્યાંક ઉછાળો તો ક્યાંક નબળાઈ
તો આજે વૈશ્વિક બજારમાં (Global Market) પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે એશિયાઈ બજારમાં (Asian market) નબળાઈ સાથે વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 18.50 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.53 ટકા તૂટીને 30,350.43ની આસપાસ વેપાર કરી રહ્યું છે. આ સાથે જ સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ (Straits Times)માં 0.27 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.26 ટકાના ઘટાડા સાતે 17,309.02ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જોકે, હેંગસેંગ 1.19 ટકા તૂટીને 24,736.56ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.70 ટકાનો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.26 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં પણ ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃએર ઇન્ડિયાના વિનિવેશ માટે આજે અંતિમ બિડ, ટાટા જૂથ પણ રેસમાં
દેશની સૌથી મોટી સોફ્ટવેર એક્સપોર્ટ કંપની TCSએ મેળવી નવી સિદ્ધિ
દેશની સૌથી મોટી સોફ્ટવેર એક્સપોર્ટ કંપની ટાટા કન્સલ્ટન્સીઝ સર્વિસીઝે (TCS) એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન પહેલી વખત 200 અબજ ડોલરને પાર પહોંચ્યું છે. આ સાથે જ કંપનીનો વિકાસ સતત મજબૂત થઈ રહ્યો છે. TCSથી આગળ એસેન્ચર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે, જેની માર્કેટ કેપિટલાઈઝેશન ક્રમશઃ 216 અબજ ડોલર અને 205 અબજ ડોલર છે. જ્યારે ઈન્ફોસિસની માર્કેટ કેપિટલાઈઝેશન 98 અબજ ડોલર છે. જોકે, શેર બજાર બંધ થતા સમયે TCSના શેર્સ થોડા ગગડીને 199.1 અબજ ડોલરના વેલ્યુએશન પર બંધ થયા હતા.