- વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે
- આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ
- સેન્સેક્સ (Sensex) 419.99 તો નિફ્ટી (Nifty) 124.20 પોઈન્ટ ઉછળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 419.99 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 59,347.32ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 124.20 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 17,670.85ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે
આજે દિવસભર ભારતી એરટેલ (Bharti Airtel), એશિયન પેઈન્ટ્સ (Asian Paints), ઈન્ફોસિસ (Infosys), જ્યુબિલન્ટ ઈન્ગ્રેવિયા (Jubilant Ingrevia), ઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma), એમટેક ઓટો (Amtek Auto), જ્યુબિલન્ટ ફૂડ (Jubilant Food), જેએસપીએલ (JSPL), ગોદરેજ કન્ઝ્યુમર (Godrej Consumer) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.