ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે મજબૂતી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,100ને પાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 132.38 પોઈન્ટ (0.23 ટકા)ના વધારા સાથે 57,649.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 41.05 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 17,173.25ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

By

Published : Sep 1, 2021, 9:49 AM IST

આજે મજબૂતી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,100ને પાર
આજે મજબૂતી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,100ને પાર

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • આજે મજબૂતી સાથે શરૂ થયું ભારતીય શેર બજાર (Share Market)
  • સેન્સેક્સ (Sensex) 132.38 તો નિફ્ટી (Nifty) 41.05 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજાર (Share Market)ની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 132.38 પોઈન્ટ (0.23 ટકા)ના વધારા સાથે 57,649.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 41.05 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 17,173.25ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?

આ શેર્સ પર સૌની નજર રહેશે

આજે દિવસભર એયુ બેન્ક (AU Bank), બીએસઈ (BSE), સોપર્સસ્ટોપ (Soppersstop), વેન્દાતા (Vendata), એચડીએફસી લાઈફ (HDFC Life), એશિયન ગ્રેનિટો (Asian Granito) જેવા શેર્સ પર તમામ રોકાણકારોની નજર રહેશે.

આ પણ વાંચોઃફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

એશિયાઈ બજારમાં દબાણ સાથે વેપાર

વૈશ્વિક બજારની વાત કરીએ તો, ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં 40 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે એશિયાઈ બજારમાં દબાણ સાથે વેપાર થઈ રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 17 પોઈન્ટના વધારા સાથે 17,142.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 1.27 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યું છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ (Straits Times) 0.83 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.20 ટકાના ઘટાડા સાથે 17,455.92ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.21 ટકાના ઘટાડા સાથે 25,823.45ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં સપાટ અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details