- વૈશ્વિક બજાર (Global Market) તરફથી મળ્યા સારા સંકેત
- સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
- સેન્સેક્સ (Sensex) 244.48 તો નિફ્ટી (Nifty) 68.50 પોઈન્ટના ઉછાળા સાથે શરૂ થયો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યેબોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 244.48 પોઈન્ટ (0.41 ટકા)ના વધારા સાથે 60,292.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 68.50 પોઈન્ટ (0.38) ટકાની મજબૂતી સાથે 17,921.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ શેર્સ પર રહેશે નજર
આજે દિવસભર મલ્ટિપ્લેક્સ (Multiplex), ચીની શેર (Chini Share), બાયોકોન (Biocon), એનબીસીસી (NBCC), ઝી એન્ટરટેઈન્મેન્ટ (Zee Entertainment), યુબીએલ (UBL), ઉજ્જિવન એસએફબી (Ujjivan SFB), ભારતી એરટેલ (Bharti Airtel), એસજેવીએન (SJVN), ન્યૂક્લિયસ સોફ્ટવેર (Nucleus Software), ટેક્સમેકો ઈન્ફ્રા (Texmaco Infra) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.