ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market : સપ્તાહના ત્રીજા દિવસે તેજી સાથે શરૂ, સેન્સેક્સ 201 પોઈન્ટ ઉછળ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 201.01 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 60,485.32ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 82.50 પોઈન્ટ (0.46 ટકા)ના ઉછાળા સાથે 18,074.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના ત્રીજા દિવસે તેજી સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 201 પોઈન્ટ ઉછળ્યો
સપ્તાહના ત્રીજા દિવસે તેજી સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 201 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Oct 13, 2021, 10:38 AM IST

Updated : Oct 13, 2021, 11:00 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 201.01 તો નિફ્ટી (Nifty) 82.50 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 201.01 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 60,485.32ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 82.50 પોઈન્ટ (0.46 ટકા)ના ઉછાળા સાથે 18,074.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Gas Cylinder Price : મોંધવારી નો વધુ એક મારો, વ્યાપારી સિલિન્ડરની કિંમતોમાં 43.50 રૂપિયાનો વધારો કરાયો

આ કંપની આજે ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે

આજે ઈન્ફોસિસ (Infosys), વિપ્રો (Wipro), માઈન્ડટ્રી (Mindtree), એડવિક લેબોરેટરીઝ (Advik Laboratories), આદિત્ય બિરલા મની (Aditya Birla Money), મોરારકા ફાઈનાન્સ (Morarka Finance), નેશનલ સ્ટાન્ડર્ડ (National Standard), પરફેક્ટ-ઓક્ટેવ મીડિયા પ્રોજેક્ટ્સ (Perfect-Octave Media Projects),યુનિસ્ટાર મલ્ટિમીડિયા (Unistar Multimedia) જેવી કંપનીઓ આજે પોતાના ક્વાર્ટરનું પરિણામ જાહેર કરશે.

આ પણ વાંચો-RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત

વૈશ્વિક બજાર (Global Market) પર એક નજર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 41.50 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 1.36 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યું છે. જ્યારે તાઈવાનમાં 0.60 ટકાના ઘટાડા સાથે 16,363.89ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત નિક્કેઈમાં 0.22 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ કોસ્પીમાં 1.02નો વધારો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.55 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Last Updated : Oct 13, 2021, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details