ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે સપ્તાહના છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,700ને પાર

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત તેજી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 340.78 પોઈન્ટ (0.58 ટકા)ના વધારા સાથે 59,481.94ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 99.30 પોઈન્ટ (0.56 ટકા)ના વધારા સાથે 17,728.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

By

Published : Sep 17, 2021, 9:32 AM IST

આજે સપ્તાહના છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,700ને પાર
આજે સપ્તાહના છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,700ને પાર

  • વૈશ્વિક બજાર (Global market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત તેજી સાથે થઈ
  • સેન્સેક્સ (Sensex) 340.78 તો નિફ્ટી (Nifty) 99.30 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે, જેની અસર ભારતીય શેર બજાર (Share Market) પર પણ જોવા મળી છે. ત્યારે આજે (શુક્રવારે) સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 340.78 પોઈન્ટ (0.58 ટકા)ના વધારા સાથે 59,481.94ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 99.30 પોઈન્ટ (0.56 ટકા)ના વધારા સાથે 17,728.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-GSTમાં પેટ્રોલ-ડીઝલને કરવામાં આવી શકે છે સામેલ, 17 સપ્ટેમ્બરના કાઉન્સિલની બેઠક

આ સ્ટોક્સમાં રોકાણ કરશો તો થશે જોરદાર કમાણી

આજે દિવસભર રોકાણકારો સનટેક રિયાલિટી (Suntech Realty), બાયોકોન (Biocon), ઈન્ટલેક્ટ ડિઝાઈન (Intellect Design), ક્યુસ કોર્પ (Quess Corp), કેનેરા બેન્ક (Canara Bank), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), સ્પાઈઝજેટ (Spicejet), કોસ્મો ફિલ્મ્સ (Cosmo Films), એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ (NCL Industries), હિન્દુસ્તાન કોપર (Hindustan Copper), એચડીએફસી લાઈફ (HDFC Life) જેવા સ્ટોક્સમાં રોકાણ કરશે તો જોરદાર કમાણી કરી શકે છે.

આ પણ વાંચો-ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

એશિયાઈ બજારમાં તેજી સાથે વેપાર

વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાી બજારમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 52 પોઈન્ટની ઉપર જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.53 ટકાની તેજી સાથે 30,485.11ની આસપાસ ચાલી રહ્યો છે. જોકે, સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ સપાટ જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનુું બજાર 0.39 ટકાના વધારા સાથે 17,346.33ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.39 ટકાની તેજી સાથે 24,760.05ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.21 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટમાં ચાલ સપાટ જોવા મળી રહી છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં નબળાઈ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details