- સપ્તાહના ત્રીજા દિવસે શેર બજારની નબળી શરૂઆત
- સેન્સેક્સ 325.58 અને નિફ્ટી 93.70 પોઈન્ટ ગગડ્યો
- નિફ્ટી ફરી એક વાર 18,000ની નીચે જોવા મળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે, જેના કારણે ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 325.58 પોઈન્ટ (0.54 ટકા)ના ઘટાડા સાથે 60,107.87ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 93.70 પોઈન્ટ (0.52 ટકા)ની નબળાઈ સાથે 17,950.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું
ઓનલાઈન ફાર્મસી પ્લેટફોર્મ PharmEasy ટૂંક સમયમાં લાવશે IPO
ઓનલાઈન ફાર્મસી પ્લેટફોર્મ PharmEasyની પેરન્ટ કંપની એપીઆઈ હોલ્ડિંગ્સે (API Holdings) કંપનીના IPO માટે સેબીમાં DRHP દાખલ કરી દીધું છે. કંપની આ IPOમાં ફ્રેશ ઈક્વિટી જાહેર કરીને 6,250 કરોડ રૂપિયા એકત્રિત કરવા માગે છે. આ IPO સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યુ પર આધારિત હશે. તેના માધ્યમથી કંપની પોતાની વેપારી જરૂરિયાત માટે પૈસા એકઠા કરશે. આ ઈશ્યુમાં કોઈ ઓફર ફોર સેલ નહીં હોય. એટલે કે આમાં પ્રમોટર કે બીજા શેરધારક પોતાની કોઈ પણ ભાગીદારી નહીં વહેંચે.
આ પણ વાંચો-Paytmનો IPO બીજા દિવસના શરૂઆતી 2 જ કલાકમાં ઓવર સબસ્ક્રાઈબ થયો, 10 નવેમ્બર છેલ્લો દિવસ
એશિયાઈ બજારમાં નબળાઈ સાથે વેપાર
વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં (Asian Market) નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 111.50 પોઈન્ટ નીચે દેખાઈ રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.30 ટકાના ઘટાડા સાથે 29,197.00ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.62 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 0.23 ટકા તૂટીને 17,501.72ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.41 ટકાના ઘટાડા સાથે 24,711.43ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો આ તરફ કોસ્પીમાં 0.85 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટમાં 1.19 ટકાના ઘટાડા સાથે 3,465.11ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.