ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 135 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 135.42 અને નિફ્ટી (Nifty) 29.10 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 135 પોઈન્ટ ગગડ્યો
Share Market India: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 135 પોઈન્ટ ગગડ્યો

By

Published : Mar 22, 2022, 9:40 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 135.42 પોઈન્ટ (0.24 ટકા)ના ઘટાડા સાથે 57,157.07ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 29.10 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 17,088.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃહોમ લોન ટ્રાન્સફર કરતા પહેલા આ વાતો જાણવી જરુરી, નહીતર થશે મોટુ નુકસાન

વૈશ્વિક બજાર પર નજર -આ તમામની વચ્ચે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 35.50 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.55 ટકાના વધારા સાથે 27,242.88ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.10 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 0.32 ટકાના ઘટાડા સાથે 17,503.75ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 1.08 ટકાના વધારા સાથે 21,450.03ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.07 ટકાના સામાન્ય વધારા સાથે 3,256.04ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃUkraine Russia invasion : રશિયા યુક્રેન યુદ્ધથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો, વિશ્વભરમાં વધશે મોંઘવારી

આ સ્ટોક્સ પર રોકાણ કરશો તો થશે ફાયદો-દિપક નાઈટ્રાઈટ (Deepak Nitrite), સુદર્શન કેમિકલ્સ (Sudarshan Chemicals), એચઓઈસી (HOEC), બીપીસીએલ (BPCL), એચપીસીએલ (HPCL), સેલન એક્સ્પ્લોરેશન (Selan Exploration), ઝોમેટો (Zomato), ડેલ્ટા કોર્પ (Delta Corp), જીઆર ઈન્ફ્રા (GR Infra) જેવા સ્ટોક્સમાં રોકાણ કરશો તો ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details