ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી યથાવત્, નિફ્ટી 17,000ની નજીક - World Stock Market

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 223.36 પોઈન્ટ (0.40) ટકાના વધારા સાથે 56,709.3ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 52.90 પોઈન્ટ (0.31 ટકા)ના ઉછાળા સાથે 16,924.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી યથાવત્, નિફ્ટી 17,000ની નજીક
Share Market India: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી યથાવત્, નિફ્ટી 17,000ની નજીક

By

Published : Mar 15, 2022, 9:53 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે)ભારતીય શેરબજારની(Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 223.36 પોઈન્ટ (0.40) ટકાના વધારા સાથે 56,709.3ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 52.90 પોઈન્ટ (0.31 ટકા)ના ઉછાળા સાથે 16,924.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-IPO વેલ્યુએશન પર SEBI કડક, લિસ્ટિંગ પહેલા થશે તપાસ

આ શેર રહેશે ચર્ચામાં -આજે દિવસભર અનુપમ રસાયણ ઈન્ડિયા (Anupam Rasayan India), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries), અવંતેલ (Avantel), ધરમપુર સુગર મિલ્સ (Dharampur Sugar Mills), રાણે બ્રેક લાઈનિંગ (Rane Brake Lining), બ્લેક બોક્સ (Black Box), માર્સન્સ (Marsons), વિપ્રો (Wipro) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-PAYTMને શેરબજારમાં ફરી લાગ્યો ઝટકો, શેરનો ભાવ 700થી ગયો નીચે

વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 23 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.31 ટકાના વધારા સાથે 25,385.11ની આસપાસ વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.61 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 1.56 ટકાના ઘટાડા સાથે 16,994.56ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.80 ટકાના ઘટાડા સાથે 19,375.60ના સ્તર પર જોવા મળી રહ્યું છે. સાથે જ કોસ્પીમાં 0.51 ટકાના ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 1.11 ટકાના ઘટાડા સાથે 3,186.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details