ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: 5 દિવસ પછી શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 709, નિફ્ટી 208 પોઈન્ટ તૂટ્યો - Share Market India Update

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 709.17 પોઈન્ટ (1.26 ટકા)ના ઘટાડા સાથે 55,776.85ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 208.30 પોઈન્ટ (1.23 ટકા) તૂટીને 16,663.00ના સ્તર પર બંધ થયો છે.

Share Market India: 5 દિવસ પછી શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 709, નિફ્ટી 208 પોઈન્ટ તૂટ્યો
Share Market India: 5 દિવસ પછી શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 709, નિફ્ટી 208 પોઈન્ટ તૂટ્યો

By

Published : Mar 15, 2022, 3:53 PM IST

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસેભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 709.17 પોઈન્ટ (1.26 ટકા)ના ઘટાડા સાથે 55,776.85ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 208.30 પોઈન્ટ (1.23 ટકા) તૂટીને 16,663.00ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-મની લોન્ડરિંગમાં ક્રિપ્ટોકરન્સીના 7 કેસની ED દ્વારા તપાસમાં,135 કરોડ જપ્ત

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ -આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, ટાટા કન્સ. પ્રોડ (TATA Cons. Prod) 3.65 ટકા, એમ એન્ડ એમ (M&M) 2.42 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 1.96 ટકા, સિપ્લા (Cipla) 1.85 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 1.41 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, હિન્દલ્કો (Hindalco) -5.26 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -4.88 ટકા, ઓએનજીસી (ONGC) -4.69 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) -4.13 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -3.56 ટકા ગગડ્યો છે.

આ પણ વાંચો-Old Pension Scheme : જૂની પેન્શન યોજના પર પાછા ફરવાનો પ્રસ્તાવ નથી : કેન્દ્ર

આજે શેરબજારમાં શું થયું -બજારમાં આજે 5 દિવસની તેજી પર બ્રેક લાગી છે. ફેડની બેઠક પહેલા બજારમાં નફાવસૂલી જોવા મળી હતી. તેના કારણે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધ થયા છે. આજના વેપારમાં ઓટો સિવાય BSEના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે મેટલ ઈન્ડેક્સ સૌથી વધુ ગગડ્યા હતા. તો IT, તેલ-ગેસ પર પણ દબાણ જોવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details