ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: 2 દિવસ પછી શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 165 પોઈન્ટ ઉછળ્યો - Asian Market

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 165.47 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 53,589.56ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 42.70 પોઈન્ટ (0.27 ટકા)ના ઉછાળા સાથે 16,053.05ના સ્તર પર થઈ રહ્યો છે.

Share Market India: 2 દિવસ પછી શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 165 પોઈન્ટ ઉછળ્યો
Share Market India: 2 દિવસ પછી શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 165 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Mar 9, 2022, 10:14 AM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 165.47 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 53,589.56ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 42.70 પોઈન્ટ (0.27 ટકા)ના ઉછાળા સાથે 16053.05ના સ્તર પર થઈ રહ્યો છે.

આ પણ વાંચો-Health Insurance for Senior Citizens: સૌથી સારી વીમા પોલિસી કેવી રીતે પસંદ કરવી, જાણો

આજે આ શેર ચર્ચામાં રહેશે

આજે દિવસભર ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank), ઓએનજીસી (ONGC), ઓઈલ ઇન્ડિયા (Oil India), એચઓઈસી (HOEC), ઈન્ટરગ્લોબ એવિએશન (Interglobe Aviation), સ્પાઈસ જેટ (Spicejet), ઝાયડસ લાઈફ (Zydus Life), આઈએસજીઈસી (ISGEC), અતુલ (Atul), પીએનબી હાઉસિંગ (PNB Housing), સન ફાર્મા (Sun Pharma) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-રશિયા-યુક્રેનના યુદ્ધે રૂપિયાને લીધો ભરડામાં, ડોલરે માર્યો કૂદકો

વૈશ્વિક બજારની સ્થિતિ

આ તમામની વચ્ચે એશિયન બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 25.50 પોઈન્ટ ઘટી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.74 ટકાના વધારા સાથે 24,973.73ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.70 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 1.37 ટકાના વધારા સાથે 17,056.39ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.90 ટકાના ઘટાડા સાથે 20,579.93ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 1.09 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ સિવાય શાંઘાઈ કોમ્પોઝિટ 0.16 ટકા તૂટીને 3,288.31ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details