- વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના બીજા દિવસે શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત
- સેન્સેક્સમાં (Sensex) 25.29 તો નિફ્ટીમાં (Nifty) 44.40 પોઈન્ટની મજબૂતી જોવા મળી
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત (સામાન્ય વધારા) સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 25.29 પોઈન્ટ (0.10 ટકા)ના વધારા સાથે 60,140.54ના સ્તર પર ખૂલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સેચન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 44.40 પોઈન્ટ (0.25 ટકા)ની મજબૂતી સાથે 17,899.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ શેર્સ રહેશે ચર્ચામાં
આજે દિવસભર એચડીએફસી (HDFC), જીએસએફસી (GSFC), રેમન્ડ (Raymond), વર્લપૂલ (Whirlpool), જેએસપીએલ (JSPL) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.