ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Marketમાં આજે ફરી ધબડકો, સેન્સેક્સ 80 અને નિફ્ટી 27 પોઈન્ટ ગગડ્યો - RBI રિટેલ ડિરેક્ટર સ્કીમ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ફરી એક વાર ભારતીય શેર બજાર (Share Market) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 80.63 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાતે 60,352.82ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 27.05 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 18,017.20ના સ્તર પર બંધ થયો છે.

Share Marketમાં આજે ફરી ધબડકો, સેન્સેક્સ 80 અને નિફ્ટી 27 પોઈન્ટ ગગડ્યો
Share Marketમાં આજે ફરી ધબડકો, સેન્સેક્સ 80 અને નિફ્ટી 27 પોઈન્ટ ગગડ્યો

By

Published : Nov 10, 2021, 4:30 PM IST

  • સપ્તાહના ત્રીજા દિવસે ફરી એક વાર ઘટાડા સાથે બંધ થયું શેર બજાર (Share Market)
  • સેન્સેક્સ (Sensex) 80 અને નિફ્ટી (Nifty) 27 પોઈન્ટ ગગડ્યો
  • નિફ્ટી (Nifty) 18,000ને પાર પહોંચવામાં રહ્યો સફળ

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ફરી એક વાર ભારતીય શેર બજાર (Share Market) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 80.63 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાતે 60,352.82ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 27.05 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 18,017.20ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers Shares) અને ગગડેલા શેર્સ (Top Losers Shares)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, યુપીએલ (UPL) 3.34 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 3.12 ટકા, એમ એન્ડ એમ (M&M) 3.08 ટકા, બ્રિટેનિયા (Britannia) 2.12 ટકા, સન ફાર્મા (Sun Pharma) 1.22 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 3.37 ટકા, હિન્દલ્કો (Hindalco) 3.20 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 2.80 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 2.23 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 2.11 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-દિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો થયો વેપાર, 10 વર્ષમાં સૌથી વધુઃ CAIT

PM Modi શુક્રવારે લોન્ચ કરશે RBI રિટેલ ડિરેક્ટર સ્કીમ

ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં છૂટક રોકાણકારોની ભાગીદારી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે (12 નવેમ્બરે) RBI રિટેલ ડિરેક્ટર સ્કીમ (RBI Retail Direct Scheme) લોન્ચ કરશે, જે અંતર્ગત છૂટક રોકાણકાર RBIમાં વિનામૂલ્યે પોતાનું ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ એકાઉન્ટ (Gilt Accounts) ખોલી શકશે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં RBI રિટેલ ડિરેક્ટ સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત છૂટક રોકાણકાર સરકારી સિક્યોરિટી માર્કેટમાં ઓનલાઈન રોકાણ કરી શકશે. આ રોકાણ પ્રાઈમરી અને સેકેન્ડરી બંને બજારમાં થઈ શકશે.

ગ્રાફિક્સઃ

સેન્સેક્સઃ -80.63

ખૂલ્યોઃ 60,295.26

બંધઃ 60,352.82

હાઈઃ 60,506.50

લોઃ 59,967.45

NSE નિફ્ટીઃ -27.05

ખૂલ્યોઃ 17.973.45

બંધઃ 18,017.20

હાઈઃ 18,061.25

લોઃ 17,915.00

ABOUT THE AUTHOR

...view details