- સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજારમાં જોરદાર તેજી
- દિવસભરના વેપાર પછી ઉછાળા સાથે બંધ થયું શેર બજાર
- સેન્સેક્સ 831.53 તો નિફ્ટી 258 પોઈન્ટ ઉછળીને બંધ થયો
અમદાવાદઃ સપ્તાહના પહેલા જ દિવસે આજે (સોમવારે) શેર બજારમાં (Share Market) જોરદાર તેજી જોવા મળી છે. તેના કારણે આજે શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 831.53 પોઈન્ટ (1.40 ટકા)ના ઉછાળા સાથે 60,138.46ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 258.00 પોઈન્ટ (1.46 ટકા)ના ઉછાળા સાથે 17,929.65ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 60,000ની સપાટીથી ઉપર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી હજી પણ 18,000ની સપાટી પાર નથી કરી શક્યો.
આ પણ વાંચો- પેટ્રોલિયમ પેદાશોથી સરકારને થઈ જોરદાર આવક, UPA સરકારનું દેવું ઉતારવાનો આપ્યો સંદર્ભ!
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 7.52 ટકા, હિન્દલ્કો (Hindalco) 4.47 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 4.21 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 3.96 ટકા, ગ્રેસિમ (Grasim) 3.71 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, યુપીએલ (UPL) -2.63 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.61 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.44 ટકા, નેશલે (Nestle) -0.44 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- IMFનું ભારતની વૃદ્ઘિને લઈ અનુમાન 'ખૂબ ઓછું મૂલ્યાંકન': એન.કે સિંહ
RBIએ એજન્સી બેન્ક તરીકે બંધન બેન્કની નિયુક્તિ કરી
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ખાનગી બેન્ક બંધન બેન્કને સરકારી વેપાર માટે પોતાની એજન્સી બેન્ક તરીકે નિયુક્ત કરી છે. આ નિયુક્તિ પછી બંધન બેન્ક RBI તરફથી સરકારી કામકાજ કરી શકશે. આ નિયુક્તિની સાથે બંધન બેન્ક તે પ્રાઈવેટ બેન્કોની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જેને RBIએ એજન્સી બેન્ક તરીકે પોતાની પેનલમાં સામેલ કરી છે. RBIની એજન્સી બેન્ક તરીકે બંધન બેન્ક હવે ટેક્સ કલેક્શનથી સંબંધિત ટ્રાન્ઝેક્શન, GST કલેક્શન, વેટ કલેક્શન, સ્ટેમ્પ ડ્યૂટી કલેક્શન અને કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી પેન્શન ચૂકવણી સાથે સંબંધિત કામકાજ પણ કરી શકશે.
સેન્સેક્સઃ+831.53