ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે ઉછાળા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ ઐતિહાસિક 60,000ને પાર

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 381.23 પોઈન્ટ (0.64 ટકા)ના ઉછાળા સાથે 60,059.06ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 104.85 પોઈન્ટ (0.59 ટકા)ના વધારા સાથે 17,895.20ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના છેલ્લા દિવસે ઉછાળા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ ઐતિહાસિક 60,000ને પાર
સપ્તાહના છેલ્લા દિવસે ઉછાળા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ ઐતિહાસિક 60,000ને પાર

By

Published : Oct 8, 2021, 4:16 PM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Senses) 381.23 તો નિફ્ટી (Nifty) 104.85 પોઈન્ટ ઉછળીને બંધ થયો
  • સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 60,000ને પાર જવામાં સફળ રહ્યો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે. 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સેચન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange ) 381.23 પોઈન્ટ (0.64 ટકા)ના ઉછાળા સાથે 60,059.06ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 104.85 પોઈન્ટ (0.59 ટકા)ના વધારા સાથે 17,895.20ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-RBI નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરશે, જાણો અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) 5 શેર્સની વાત કરીએ તો, રિલાયન્સ (Reliance) 3.84 ટકા, વિપ્રો (Wipro) 2.83 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.94 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 1.71 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.61 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સની વાત કરીએ તો, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -1.53 ટકા, એનટીપીસી (NTPC) 1.19 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -1.18 ટકા, એચયુએલ (HUL) -1.10 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -1.08 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-ઓક્ટોબરના 8 દિવસમાં 5 વખત Petrol-Dieselની કિંમત વધી, અમદાવાદમાં પેટ્રોલ 100ને પાર

શેર બજાર અંગે નિષ્ણાતો શું કહે છે? જાણો

ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુએસ બોન્ડ માર્કેટમાં નરમાઈ પાછળ ભારતીય બેન્ચમાર્ક્સમાં સપ્તાહ દરમિયાન સુધારો જળવાયો હતો. બજાર ક્રૂડના ભાવમાં વૃદ્ધિને અવગણી રહ્યું છે. કેમ કે અર્નિંગ્સ સિઝનને લઈને સેન્ટિમેન્ટ ખૂબ જ આશાવાદી છે. ઓટો, બેંક્સ અને આઈટી આગામી સપ્તાહોમાં સારો દેખાવ કરે તેવી શક્યતા છે. નિફ્ટીમાં 17,900 પરનો બંધ તેને 18,100 અને 18,400 સુધી લઈ જઈ શકે છે. સિરીઝના પ્રથમ હાફમાં 17630ના સ્ટોપલોસ સાથે લોન્ગ પોઝિશનનો ઉંમેરો કરવો જોઈએ.

એશિયન બજાર અંગે નિષ્ણાતનો અભિપ્રાય

વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર અજય સરાઓગીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એશિયન બજારો લાંબા સમયથી અન્ડરપર્ફોર્મ રહ્યાં બાદ આગામી દિવસોમાં પોઝિટિવ ટ્રેડ દર્શાવી શકે છે. આમ, વિદેશી બજારોથી કોઈ જોખમ નથી જણાતું. અમેરિકી બજારમાં પણ નીચે ખરીદી જોવા મળી જાય છે. બુધવારે સરકારે ડેટ સિલીંગ મર્યાદા લંબાવતાં યુએસ બજારો રેડમાંથી ગ્રીન બન્યાં હતાં. આગામી દિવસોમાં તેઓ સુધારો જાળવી રાખી શકે છે. કેમ કે, નેગેટિવ કારણો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માર્કેટને રોટેશનને કારણે સપોર્ટ સાંપડી રહ્યો છે. છેલ્લાં બે સપ્તાહ દરમિયાન જાહેર ક્ષેત્રના શેર્સ તરફથી સારા સપોર્ટ બાદ ગુરુવારે ઓટોમોબાઈલે બજારે સપોર્ટ કર્યો હતો. નોંધપાત્ર સમયથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યાં બાદ ઓટો ક્ષેત્રે ભારે લેવાલી જોવા મળી હતી, જેમાં કાર, યુટિલિટી વ્હીકલ્સ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર ખરીદી નીકળી હતી. મેટલ ક્ષેત્ર હાલમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. જોકે તે પણ બજારને સપોર્ટ આપવા આગળ આવી શકે છે.

સેન્સેક્સઃ +381.23

ખૂલ્યોઃ 59,960.39

બંધઃ 60,059.06

હાઈઃ 60,212.30

લોઃ 59,830.93

NSE નિફ્ટીઃ +104.85

ખૂલ્યોઃ 17,886.85

બંધઃ 17,895.20

હાઈઃ 17,941.85

લોઃ 17,840.35

ABOUT THE AUTHOR

...view details