- સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) ફ્લેટ સપાટીએ બંધ થયું
- સેન્સેક્સ (Sensex) 29.41 તો નિફ્ટી (Nifty) 1.90 પોઈન્ટ ઉછળ્યો
- આજે સવારે શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ હતી
અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) ફ્લેટ સપાટીએ બંધ થયું છે. જોકે, આજે શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે શેર બજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 29.41 પોઈન્ટ (0.05 ટકા)ના વધારા સાથે 60,077.88ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 1.90 પોઈન્ટ (0.01 ટકા)ના સામાન્ય ઉછાળા સાતે 17,855.10ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, મારુતિ સુઝુકી (Maruti Suzuki) 6.49 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 4.31 ટકા, એમ એન્ડ એમ (M&M) 4.09 ટકા, ઓએનજીસી (ONGC) 2.87 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 2.81 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની વાત કરીએ તો, એચસીએલ ટેક (HCL Tech) -4.64 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -3.45 ટકા, વિપ્રો (Wipro) -3.34 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -3.32 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.67 ટકા ગગડ્યા છે.