ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ ઐતિહાસિક 568 પોઈન્ટના ઉછાળા સાથે 61,000ને પાર - સૌથી વધુ ગગડેલા શેર્સ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market) જોરદાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 568.90 પોઈન્ટ (0.94 ટકા)ના ઉછાળા સાથે 61,305.95ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 176.80 પોઈન્ટ (0.97 ટકા)ની મજબૂતી સાથે 18,338.55ના સ્તર પર બંધ થયો છે.

આજે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ ઐતિહાસિક 568 પોઈન્ટના ઉછાળા સાથે 61,000ને પાર
આજે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ ઐતિહાસિક 568 પોઈન્ટના ઉછાળા સાથે 61,000ને પાર

By

Published : Oct 14, 2021, 3:58 PM IST

  • સપ્તાહના ચોથા દિવસે આજે શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 568.90 તો નિફ્ટી (Nifty) 176.80 પોઈન્ટ ઉછળ્યો
  • આજે સેન્સેક્સ (Sensex) 61,000ને પાર નીકળવામાં સફળ રહ્યો છે

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market) જોરદાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 568.90 પોઈન્ટ (0.94 ટકા)ના ઉછાળા સાથે 61,305.95ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 176.80 પોઈન્ટ (0.97 ટકા)ની મજબૂતી સાથે 18,338.55ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે સેન્સેક્સ 61,000ને પાર નીકળવામાં સફળ રહ્યો છે. તો આજે દિવસભર મિડ અને સ્મોલ કેપ શેર્સમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી.

આ પણ વાંચોઃRBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, અદાણી પોર્ટ્સ (Adani Ports) 7.11 ટકા, વિપ્રો (Wipro) 5.41 ટકા, ગ્રેસિમ (Grasim) 4.59 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 2.90 ટકા, આઈટીસી (ITC) 2.85 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India) -2.92 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -2.03 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -1.88 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -1.53 ટકા, ટીસીએસ (TCS) -1.11 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃRBI નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરશે, જાણો અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય

દેશની દિગ્ગજ IT કંપની વિપ્રોએ મેળવી સિદ્ધિ

તો આજે ભારતની દિગ્ગજ આઈટી કંપની વિપ્રોએ વેપાર દરમિયાન 4 લાખ કરોડ રૂપિયા એટલે કે 4 ટ્રિલિયનને પાર કરી લીધો છે. આ સિદ્ધિ મેળવનારી વિપ્રો ત્રીજી આઈટી કંપની (IT Company) અને ભારતની 13મી લિસ્ટેડ કંપની છે. વિપ્રોના બીજા ક્વાર્ટરના પરિણામ બજારની આશાથી સારા રહ્યા છે, જેન કારણે ગુરુવારે વિપ્રોના શેર્સમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આથી આની માર્કેટ વેલ્યુ 4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

સેન્સેક્સઃ +568.90

ખૂલ્યોઃ 61,088.82

બંધઃ 61,305.95

હાઈઃ 61,353.25

લોઃ 60,978.04

NSE નિફ્ટીઃ +176.80

ખૂલ્યોઃ 18,272.85

બંધઃ 18,338.55

હાઈઃ 18,350.75

લોઃ 18,248.70

ABOUT THE AUTHOR

...view details