ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે મજબૂતી સાથે બંધ થયું Share Market, નિફ્ટી 16,500ને પાર રહેવામાં રહ્યો સફળ - ટાટા મોટર્સ

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત થઈ હતી, પરંતુ આજે શેર બજાર મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 145.29 પોઈન્ટ (0.26 ટકા)ના વધારા સાથે 55,582.58ના સ્તર પર બંધ થયો છે. તો નિફ્ટી (Nifty) 33.95 પોઈન્ટ (0.21 ટકા)ની મજબૂતી સાથે 16,563.05ના સ્તર પર બંધ થયો છે.

આજે મજબૂતી સાથે બંધ થયું Share Market, નિફ્ટી 16,500ને પાર રહેવામાં રહ્યો સફળ
આજે મજબૂતી સાથે બંધ થયું Share Market, નિફ્ટી 16,500ને પાર રહેવામાં રહ્યો સફળ

By

Published : Aug 16, 2021, 6:01 PM IST

Updated : Aug 16, 2021, 6:23 PM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 145.29 તો નિફ્ટી (Nifty) 33.95 પોઈન્ટ ઉછળીને બંધ થયો
  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળતા શેર બજારની (Stock Market) ફ્લેટ શરૂઆત થઈ હતી

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત વચ્ચે ભારતીય શેર બજાર (Share Market)ની ફ્લેટ શરૂઆત થઈ હતી, પરંતુ શેર બજાર મજબૂતી સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ-નિફ્ટીએ ફરી એક વાર નવો રેકોર્ડ બનાવ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 145.29 પોઈન્ટ (0.26 ટકા)ના વધારા સાથે 55,582.58ના સ્તર પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange ) 33.95 પોઈન્ટ (0.21 ટકા)ની મજબૂતી સાથે 16,563.05ના સ્તર પર બંધ થયો છે.

આજે મજબૂતી સાથે બંધ થયું Share Market, નિફ્ટી 16,500ને પાર રહેવામાં રહ્યો સફળ

આ પણ વાંચો-દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે SBIએ ગ્રાહકોને આપી ભેટ, લોનના વ્યાજમાં 0.75 ટકા સુધીની આપી છૂટ

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા (Top Losers) શેર્સ

શેર બજારમાં આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેરની વાત કરીએ તો, ટાટા સ્ટિલ (Tata Steel) 3.95 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 3.58 ટકા, એમ એન્ડ એમ (M&M) 2.65 ટકા, આઈઓસી (IOC) 2.44 ટકા, બ્રિટેનિયા (Britannia) 2.12 ટકા ઉંચકાયા હતા. તો સૌથી વધુ ગગડેલા (Top Losers) શેર્સની વાત કરીએ તો, મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) -2.50 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -2.34 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -2.19 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -2.02 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -2 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Goldની કિંમત 47,000ને પાર પહોંચી, ગોલ્ડ ફ્યૂચરમાં જોવા મળી સુસ્તી, જુઓ અત્યારે શું ભાવ છે?

ટાટા મોટર્સ (Tata Motors)ના ગ્રાહકો માટે સારા સમાચાર

વાહન કંપની ટાટા મોટર્સે (Tata Motors) પોતાના પ્રવાસી વાહનોની ખરીદી કરતા ગ્રાહકોને લોન આપવા માટે બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BOM) સાથે કરાર કર્યો છે, જે અંતર્ગત બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ટાટા મોટર્સના પ્રવાસી વાહનોના ગ્રાહકોને ઓછા દર પર લોન મળી શકશે. ગ્રાહકોને કેટલીક શરતો સાથે વ્યાજદર 7.15 ટકાથી લોન શરૂ થશે. આ રેપોથી જોડાયેલા લોન રેટ હશે. કંપનીએ સોમવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત પગારદાર કર્મચારીઓ, સ્વયં રોજગારમાં લાગેલા લોકો, પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિ અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વાહનોની કુલ કિંમત (On Road)ના 90 ટકાની લોન મળશે. આ સાથે જ કોર્પોરેટ ગ્રાહકોને પણ વાહનોની કુલ કિમતની 80 ટકા લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Last Updated : Aug 16, 2021, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details