- સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું
- સેન્સેક્સ (Sensex) 487.54 તો નિફ્ટી (Nifty) 151.75 પોઈન્ટ ઉછળીને બંધ થયો
- સેન્સેક્સ (Sensex) 60,000 તો નિફ્ટી (Nifty) ફરી એક વાર 18,000ને પાર પહોંચ્યો
અમદાવાદઃ આજે (સોમવારે) સપ્તાહનો પ્રથમ દિવસ શેર બજાર (Share Market) માટે ખૂબ જ સારો રહ્યો છે. આજે મજબૂતી સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 477.99 (0.80 ટકા)ના ઉછાળા સાથે 60,455.61ના સ્તર પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 151.75 (0.85 ટકા)ના વધારા સાથે 18,068.55ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-દિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો થયો વેપાર, 10 વર્ષમાં સૌથી વધુઃ CAIT
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, આઈઓસી (IOC) 4.57 ટકા, ટાઈટન કંપની (Titan Company) 4.47 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 4.13 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 4.01 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.70 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -10.52 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -4.93 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.36 ટકા, એસબીઆઈ (SBI) -1.27 ટકા, મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) -0.87 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-કેન્દ્રની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા, CGAના આંકડામાં ખુલાસો
દિવાળીમાં ખરીદી પછી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓમાં તેજી
દિવાળી પર 7,500 કરોડ રૂપિયાના સોનાના વેચાણથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સારા પરિણામ છતા મુથૂટ ફાઈનાન્સમાં 10 ટકાનો અપર સર્કિટ છે. જો મણપ્પુરમ અને જ્વેલરી શેર્સમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે.
સેન્સેક્સઃ + 477.99