- સામાન્ય ઉછાળા સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું
- સેન્સેક્સ (Sensex) 476.11 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 139.45 પોઈન્ટ ઉછળીને બંધ થયો
- આજે નિફ્ટીના 50માંથી 35 શેર્સમાં તો સેન્સેક્સના 30માંથી 21 શેર્સમાં તેજી જોવા મળી
અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સામાન્ય ઉછાળા સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 476.11 પોઈન્ટ (0.2 ટકા)ના વધારા સાથે 58,723.20ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 139.45 પોઈન્ટ (0.80 ટકા)ના ઉછાળા સાથે 17,519.45ના સ્તર પર બંધ થયો છે. આજે શેર બજારમાં (Share Market) દિવસભર તેજી જોવા મળી હતી. છેવટે અંતે સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ ઉંચાઈ પર બંધ થવામાં સફળ રહ્યા હતા. જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ શાનદાર તેજી આવી હતી. તો આજે દિવસભર નિફ્ટીના 50માંથી 35 શેર્સમાં તેજી જોવા મળી હતી. જ્યારે સેન્સેક્સના 30માંથી 21 શેર્સમાં તેજી જોવા મળી હતી. તો આ ઉપરાં નિફ્ટી બેન્કના 12માંથી 10 શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો-એર ઇન્ડિયાના વિનિવેશ માટે આજે અંતિમ બિડ, ટાટા જૂથ પણ રેસમાં
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)