ગુજરાત

gujarat

ETV Bharat / business

મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 767 અને નિફ્ટી 229 પોઈન્ટ ઉછળ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

ક્રિકેટમાં જે રીતે છેલ્લા બોલે છગ્ગો મારીને મેચ જીતી શકાય છે. તેવી જ સ્થિતિ આજે (શુક્રવારે) શેર બજારમાં (Share Market) છેલ્લા દિવસે જોવા મળી છે. આજે છેલ્લા દિવસે શેર બજાર (Share Market) ભારે ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 767.00 (1.28 ટકા)ના ઉછાળા સાથે 60,686.69ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 229.15 પોઈન્ટ (1.28 ટકા)ના ઉછાળા સાથે 18,702.75ના સ્તર પર બંધ થયો છે.

મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 767 અને નિફ્ટી 229 પોઈન્ટ ઉછળ્યો
મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 767 અને નિફ્ટી 229 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Nov 12, 2021, 4:19 PM IST

  • આજે છેલ્લા દિવસે શેર બજાર (Share Market) ભારે ઉછાળા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 767.00 અને નિફ્ટી (Nifty) 229.15 પોઈન્ટ ઉછળ્યો
  • સેન્સેક્સ (Sensex) 61,000 તો નિફ્ટી (Nifty) 19,000ની નજીક પહોંચ્યો

અમદાવાદઃ ક્રિકેટમાં જે રીતે છેલ્લા બોલે છગ્ગો મારીને મેચ જીતી શકાય છે. તેવી જ સ્થિતિ આજે (શુક્રવારે) શેર બજારમાં (Share Market) છેલ્લા દિવસે જોવા મળી છે. આ સપ્તાહે શેર બજારમાં ભલે નબળાઈ જોવા મળી હોય, પરંતુ આજે છેલ્લા દિવસે શેર બજાર (Share Market) ભારે ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 767.00 (1.28 ટકા)ના ઉછાળા સાથે 60,686.69ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 229.15 પોઈન્ટ (1.28 ટકા)ના ઉછાળા સાથે 18,702.75ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ (Sensex) ફરી એક વાર હવે 61,000ની સપાટીથી નજીક પહોંચી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 19,000ની નજીત પહોંચ્યો છે.

આ પણ વાંચો-એસ. જે. એસ. એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ના રોજ ખુલશે

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers Shares) અને ગગડેલા શેર્સ (Top Losers Shares)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 4.14 ટકા, હિન્દલ્કો (Hindalco) 3.22 ટકા, એચડીએફસી (HDFC) 2.88 ટકા, વિપ્રો (Wipro) 2.84 ટકા, ઈન્ફોસિસ (Infosys) 2.71 ટકા ઉંચકાયા છે. તો આજે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, બજાજ ઓટો (Bajaj Auto) -3.06 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -0.95 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -0.66 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -0.27 ટકા, આઈઓસી (IOC) -0.26 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-IMFનું ભારતની વૃદ્ઘિને લઈ અનુમાન 'ખૂબ ઓછું મૂલ્યાંકન': એન.કે સિંહ

શેર બજાર અંગે નિષ્ણાતનો અભિપ્રાય

વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર અજય સરાઓગી (Wealthstreet co-founder Ajay Saraogi) એ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં FIIએ ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં તીવ્ર વેચવાલી દર્શાવી છે. તેમણે લગભગ 15 હજાર કરોડ રૂપિયા સુધીનું વેચાણ કર્યું છે, જે તાજેતરના મહિનાઓમાં સૌથી ઝડપી વેચાણ છે. બીજા ક્વાર્ટરના પરિણામો મહદઅંશે સારા રહ્યા છે. IT અને બેન્કિંગે પોઝિટિવ સરપ્રાઈઝ આપી છે. મીડકેપ કંપનીઓએ (Midcap companies) પણ વાર્ષિક અને ત્રિમાસિક ધોરણે સારી કામગીરી દર્શાવી છે. જોકે, કોમોડિટીઝના ભાવમાં (Commodity prices) તીવ્ર વૃદ્ધિની અસર હજી ડિસેમ્બર ક્વાર્ટર પર પણ જોવા મળી શકે છે. સરકારે તાજેતરમાં પેટ્રોલિયમ પેદાશો (Petroleum products) પર આપેલી ડ્યૂટી રાહતને કારણે સ્થાનિક સ્તરે કન્ઝ્યૂમર માગમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.

સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિઃ

સેન્સેક્સઃ +767.00

ખૂલ્યોઃ 60,248.04

બંધઃ 60,686.69

હાઈઃ 60,750.72

લોઃ 59,997.96

NSE નિફ્ટીઃ + 229.15

ખૂલ્યોઃ 17.977.60

બંધઃ 18,102.75

હાઈઃ 18,123.00

લોઃ 17,905.90

ABOUT THE AUTHOR

...view details