- સપ્તાહના બીજા દિવસે આજે ઉછાળા સાથે બંધ થયું શેર બજાર (Share Market)
- સેન્સેક્સ (Sensex) 403.19 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 128.15 પોઈન્ટ ઉછળ્યો
- બીએસઈ (BSE)નો મિડકેપ ઈન્ડેક્સ (Midcap Index) 1.52 ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ (Small Cap Index) 1.69 ટકાના વધારા સાથે બંધ થયો
અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. ત્યારે આજે શેર બજાર (Share Market) ફ્લેટ બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 403.19 પોઈન્ટ (0.73 ટકા)ના વધારા સાથે 55,958.98ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 128.15 પોઈન્ટ (0.78 ટકા)ની મજબૂતી સાથે 16,624.60ના સ્તર પર બંધ થયો છે. આજે દિવસભર શેર બજારમાં રોનક જોવા મળી હતી. ત્યારે શેર બજાર પણ ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. બીએસઈ (BSE)નો મિડકેપ ઈન્ડેક્સ (Midcap Index) 1.52 ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ (Small Cap Index) 1.69 ટકાના વધારા સાથે બંધ થયો છે.
આ પણ વાંચો-Gold-Silverની કિમતમાં ફરી એક વાર તેજી જોવા મળી, ચાંદી 500 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સ (Top Gainers)ની વાત કરીએ તો, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 7.78 ટકા, હિન્દલ્કો (Hindalco) 3.85 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 3.79 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 3.57 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 3.37 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા (Top Losers) શેર્સની વાત કરીએ તો, નેશ્લે (Nestle) -1.40 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.40 ટકા, એચડીએફસી (HDFC) -1.03 ટકા, ઈન્ફોસિસ (Infosys) -0.99 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -1.05 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-આજે Petrol અને Diesel બંને 15 પૈસા સસ્તા થયા, Petrolની કિંમત 38 દિવસ પછી બીજી વાર ઘટી
બજાજ ફાઈનાન્સનું (Bajaj Finance) માર્કેટ કેપિટલાઈઝેશન (Market Capitalization) વધ્યું
તો આ તરફ બજાજ ફાઈનાન્સનું (Bajaj Finance) માર્કેટ કેપિટલાઈઝેશન (Market Capitalization) દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank of India)થી વધુ થઈ ગયું છે. આ સાથે જ આ બીએફએસઆઈ ( બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસીઝ અને ઈન્શ્યોરન્સ) સેગમેન્ટની પાંચમી સૌથી વધુ વેલ્યુવાળી કંપની બની ગઈ છે. બજાજ ફાઈનાન્સ (Bajaj Finance)નું માર્કેટ કેપ 2.32 લાખ કરોડ રૂપિયા અને SBIનું 2.28 લાખ કરોડ રૂપિયા છે. તો SBIના શેરની પ્રાઈઝમાં અત્યારના દિવસોમાં આવેલા ઘટાડાના કારણે તેના માર્કેટ કેપિટલાઈઝેશન (Market Capitalization)માં ઘટાડો થયો છે. બીજી તરફ ફાઈનાન્શિયલ સર્વિસીઝ આપનારી પેટીએમે (Paytm) હાલમાં જ પોતાની પાર્ટનરશિપવાળા પ્લેટફોર્મ્સ પર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) બેલેન્સમાં પેમેન્ટના યુઝર્સ માટે સુવિધા શરૂ કરી છે. પેટીએમ પેમેન્ટ (Paytm Payment) બેન્કના એકાઉન્ડ હોલ્ડર્સ હવે ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank)ની સાથે પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)નો ઉપયોગ ઓનલાઈન પ્લેટફોર્મ્સ (Online Platforms) પર પેમેન્ટ માટે કરી શકે છે.
ગ્રાફિક્સઃ
સેન્સેક્સઃ +403.19