ગુજરાત

gujarat

ETV Bharat / business

પહેલા જ દિવસે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 166.96 પોઈન્ટ (0.29 ટકા)ના વધારા સાથે 58,296.91ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 54.20 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 17,377.80ના સ્તર પર બંધ થયો છે.

પહેલા જ દિવસે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો
પહેલા જ દિવસે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Sep 6, 2021, 5:58 PM IST

  • સપ્તાહના પહેલા દિવસે શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 166.96 તો નિફ્ટી (Nifty) 54.20 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો
  • સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) નવી ઉંચાઈ અને નિફ્ટી મિડકેપ પણ રેકોર્ડ પર બંધ થયો છે

અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 166.96 પોઈન્ટ (0.29 ટકા)ના વધારા સાથે 58,296.91ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 54.20 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 17,377.80ના સ્તર પર બંધ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઈ પર બંધ થયું છે. નિફ્ટી મિડકેપ પણ રેકોર્ડ પર બંધ થયો છે.

આ પણ વાંચો-એક દિવસના ઘટાડા પછી આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, વિપ્રો (Wipro) 4.79 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 2.16 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.75 ટકા, હિન્દલ્કો (Hindalco) 1.72 ટકા, રિલાયન્સ (Reliance) 1.55 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, આઈઓસી (IOC) -1.33 ટકા, ઓએનજીસી (ONGC) -1.18 ટકા, ઈન્સઈન્ડ બેન્ક (IndusInd Bnak) -1.18 ટકા, બ્રિટાનિયા (Britannia) -1.09 ટકા, કોટક મહિન્દ્રા (Kotal Mahindra) -0.97 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના સ્ટોકમાં વેપારીઓને રસ જોવા મળ્યો

દેશની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં (Pharmaceutical companies) સામેલ ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ (DRL)ના સ્ટોકમાં વેપારીઓને વધુ રસ જોવા મળ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે, તેમણે અમેરિકાની સિટીયસ ફાર્માસ્યુટિકલ્સની સાથે પોતાના એન્ટિ કેન્સર એજન્ટ વેચવા માટે કરાર કર્યો છે. આ સાથે જ કંપની ભારતમાં બનેલી સ્પૂતનિક વી વેક્સિન પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે, દેશમાં કોરોનાના કેસ વધવાથી ત્રીજી લહેરનો ડર યથાવત્ છે. આના કારણે કંપનીના સ્ટોક પર તેજી છે.

ABOUT THE AUTHOR

...view details