- સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) મજબૂતી સાથે બંધ થયું શેર માર્કેટ (Share Market)
- સેન્સેક્સ (Sensex) 459.64 તો નિફ્ટી (Nifty) 138.50 પોઈન્ટ ઉછળ્યો
- નિફ્ટી (Nifty) હવે 19,000ની નજીક પહોંચતો જોવા મળી રહ્યો છે
અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) શરૂઆત ધમાકેદાર થઈ હતી. જ્યારે દિવસભરની ઉથલપાથલ પછી શેર બજાર (Share Market) બંધ પણ મજબૂતી સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 459.64 (0.75 ટકા)ના ઉછાળા સાથે 61,765.59ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 138.50 (0.76 ટકા)ના વધારા સાથે 18,477.05ના સ્તર પર બંધ થયો છે. જોકે, નિફ્ટી હવે 19,000ની નજીક પહોંચતો જોવા મળી રહ્યો છે.
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Shares)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, હિન્દલ્કો (Hindalco) 5.23 ટકા, ઈન્ફોસિસ (Infosys) 4.76 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.51 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 3.24 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 2.45 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Shares) વાત કરીએ તો, એમ એન્ડ એમ (M&M) -2.27 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -2.22 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -1.80 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -1.80 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.59 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-GST સતત ત્રીજા મહિને રૂ.1 લાખ કરોડને પાર, સપ્ટેમ્બરમાં થયું આટલા કરોડ રૂપિયાનું કલેક્શન
નાણા મંત્રાલયે બેન્કો માટે જાહેર કરી માર્ગદર્શિકા
નાણા મંત્રાલયે બેન્કો માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. ક્રેડિટ આઉટરિચ પર બેન્કોની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. બેન્કોને આઉટરિચ પ્રોગ્રામ શરૂ કરવો જોઈએ. ઈકોનોમીમાં બાઉન્સ બેક પર આઉટરિચ પ્રોગ્રામ થાય. ક્રેડિટ વધારીને દિવાળી, તહેવારોનો લાભ લે, સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, બેન્ક વધુને વધુ ક્રેડિટ ઉપલબ્દ કરાવે. બેન્કોને લક્ષ્ય નિર્ધારિત કરવાની સલાહ પણ આપવામાં આવી છે. જ્યારે લોનને મંજૂર કરવાનું લક્ષ્ય પણ બેન્ક બનાવે. સાથે જ નાનું દેવું લેનારા લોકોને રકમ ઉપલબ્ધ કરાવે.
સેન્સેક્સઃ +459.64