ગુજરાત

gujarat

ETV Bharat / business

લાલ નિશાન પર બંધ થયું Share Market, સેન્સેક્સ-નિફ્ટીમાં થયો સામાન્ય ઘટાડો - વૈશ્વિક બજાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) દિવસભરની ઉથલપાથલ પછી ભારતીય શેર બજારનું (Share Market) સપાટ ક્લોઝિંગ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 29.22 પોઈન્ટ (0.05 ટકા)ના ઘટાડા સાથે 58,250.26ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 8.60 પોઈન્ટ (0.05 ટકા) તૂટીને 17,353.50ના સ્તર પર બંધ થયો છે.

લાલ નિશાન પર બંધ થયું Share Market, સેન્સેક્સ-નિફ્ટીમાં થયો સામાન્ય ઘટાડો
લાલ નિશાન પર બંધ થયું Share Market, સેન્સેક્સ-નિફ્ટીમાં થયો સામાન્ય ઘટાડો

By

Published : Sep 8, 2021, 5:22 PM IST

  • આજે ભારતીય શેર બજાર (Share Market) સપાટ ક્લોઝિંગ થયું
  • સેન્સેક્સ (Sensex) 29 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 8.60 પોઈન્ટ ઘટ્યો
  • મિડ કેપ ઈન્ડેક્સ 0.81 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.55 ટકાના વધારા સાથે બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) દિવસભરની ઉથલપાથલ પછી ભારતીય શેર બજારનું (Share Market) સપાટ ક્લોઝિંગ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange ) 29.22 પોઈન્ટ (0.05 ટકા)ના ઘટાડા સાથે 58,250.26ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 8.60 પોઈન્ટ (0.05 ટકા) તૂટીને 17,353.50ના સ્તર પર બંધ થયો છે. જ્યારે આજે બજારમાં કન્સોલિડેશનનો મુડ જોવા મળ્યો હતો. એટલે સેન્સેક્સ-નિફ્ટી બંને લાલ નિશાન પર બંધ થયા છે. તો મિડ અને સ્મોલ કેપ શેર્સે આઉટપર્ફોર્મ કર્યું હતું. મિડ કેપ ઈન્ડેક્સ 0.81 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.55 ટકાના વધારા સાથે બંધ થયો છે.

આ પણ વાંચોઃઆજે સતત ત્રીજા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 3.57 ટકા, બીપીસીએલ (BPCL) 1.63 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 1.56 ટકા, ગ્રેસિમ (Grasim) 1.64 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડક્શન (Tata Cons. Prod) 1.23 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની વાત કરીએ તો, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -2.40 ટકા, નેસ્લે (Nestle) -2.16 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ (SBI Life Insurance) -1.54 ટકા, વિપ્રો (Wipro) -1.67 ટકા, એનટીપીસી (NTPC) -1.51 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃGold ખરીદવું હોય તો અત્યારે સૌથી સારો સમય, જુઓ ક્યાં શું ભાવ છે?

વિજ્ઞાન ઈન્ડસ્ટ્રીઝને બંધ કરવાની જોગવાઈને કેબિનેટે આપી મંજૂરી

કેબિનેટે આજે વિજ્ઞાન ઈન્ડસ્ટ્રીઝ બંધ કરવાની જોગવાઈને મંજૂરી આપી દીધી છે. વિજ્ઞાન ઈન્ડ, BEMLની સબસિડિયરી છે. વિજ્ઞાન ઈન્ડની 5,000 ટન ઉત્પાન ક્ષમતા છે અને આ સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે. તો બીજી તરફ વિન્ડલાસ બાયોટેક ક્વાર્ટર વન (Windlas Biotech Q1) કંપની નુકસાનમાંથી નફામાં આવી છે. દર વર્ષે આધાર પર 11.7 કરોડ રૂપિયા નુકસાનની સરખામણીમાં 6.69 કરોડ રૂપિયાનો નફો થયો છે.

સેન્સેક્સઃ -29.22

ખૂલ્યોઃ 58,350.56

બંધઃ 58,250.26

હાઈઃ 58,372.94

લોઃ 57,924.48

NSE નિફ્ટીઃ -8.60

ખૂલ્યોઃ 17,375.75

બંધઃ 17,353.50

હાઈઃ 17,383.40

લોઃ 17,254.20

ABOUT THE AUTHOR

...view details