ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે Share Marketમાં ધબડકો, સેન્સેક્સ 108, નિફ્ટી 63 પોઈન્ટ ગગડ્યો - સૌથી વધુ ગગડેલા શેર્સ

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 108.46 પોઈન્ટ (0.18 ટકા)ના ઘટાડા સાથે 60,815.04ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 63.20 પોઈન્ટ (0.35 ટકા)ના ઘટાડા સાથે 18,114.90ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના છેલ્લા દિવસે Share Marketમાં ધબડકો, સેન્સેક્સ 108, નિફ્ટી 63 પોઈન્ટ ગગડ્યો
સપ્તાહના છેલ્લા દિવસે Share Marketમાં ધબડકો, સેન્સેક્સ 108, નિફ્ટી 63 પોઈન્ટ ગગડ્યો

By

Published : Oct 22, 2021, 6:20 PM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર નબળાઈ સાથે બંધ થયું
  • સેન્સેક્સ 108.46 તો નિફ્ટી 63.20 પોઈન્ટ ગગડ્યો
  • મજબૂતી સાથે શરૂ થનારું શેર માર્કેટ છેક સુધી ઉછાળો યથાવત રાખવામાં નિષ્ફળ રહ્યું

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. જોકે, આજે છેલ્લા દિવસે મજબૂતી સાથે શરૂ થનારું શેર માર્કેટ (Share Market) છેક સુધી ઉછાળો યથાવત રાખવામાં નિષ્ફળ રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 108.46 પોઈન્ટ (0.18 ટકા)ના ઘટાડા સાથે 60,815.04ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 63.20 પોઈન્ટ (0.35 ટકા)ના ઘટાડા સાથે 18,114.90ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-Adani became the second richest man in Asia : તેમની સંપત્તિમાં દરરોજ 1000 કરોડ રૂપિયાનો વધારો થયો!

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, એચડીએફસી (HDFC) 2.10 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) 1.64 ટકા, ઓએનજીસી (ONGC) 1.32 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.29 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 1.10 ટકા ઉંચકાયા હતા. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, હિન્દલ્કો (Hindalco) -4.72 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -3.56 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -3.37 ટકા, આઈટીસી (ITC) -3.31 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -2.40 ટકા ગગડ્યા હતા.

આ પણ વાંચો-These rules will change from today, ચેકબુક સંબંધિત નિયમોથી લઈને પગાર સુધી અસર થશે

માર્કેટમાં પ્રોફિટ બુકિંગનો તબક્કો ચાલી રહ્યો છેઃ નિષ્ણાત

ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેન્ક નિફ્ટીમાં નવી ટોચ છતાં નિફ્ટી 18,280 નીચે બંધ થતા એ ચિંતાની બાબત છે. નિફ્ટીમાં 18,600-17,600ની બ્રોડ રેન્જ જોવા મળી રહી છે. પરિણામોની સિઝન ઝડપથી આગળ વધી રહી છે. આ સાથે બજારમાં વોલેટિલિટી પણ ઊંચી જોવા મળે છે. માર્કેટમાં પ્રોફિટ બુકિંગનો તબક્કો ચાલી રહ્યો છે. અત્યારે નવી લોન્ગ પોઝિશનથી દૂર રહેવાની સલાહ છે. એક વાર વોલેટિલિટીમાં ઘટાડો થાય ત્યારબાદ ખરીદી કરી શકાય. જોકે, બેન્કિંગમાં મજબૂતી જોવા મળે છે. જ્યારે IT, મેટલ્સ અને મીડકેપ્સમાં ફરીથી દબાણ જોવા મળી રહ્યું છે.

FMCG કંપનીઓ પર ઈનપુટ કોસ્ટમાં વૃદ્ધિની અસર વર્તાઈ રહી છેઃ નિષ્ણાત

વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માર્કેટમાં દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. અર્નિંગ્સ સિઝનનું શરૂઆતી સપ્તાહ સારું જળવાયું છે. IT કંપનીઓએ સારા પરિણામો દર્શાવ્યા છે. જોકે, FMCG કંપનીઓ પર ઈનપુટ કોસ્ટમાં વૃદ્ધિની અસર વર્તાઈ રહી છે. તો નેસ્લે અને એશિયન પેઈન્ટ્સના પરિણામોમાં આ બાબત જોવા મળી છે. આમ, માર્કેટ માટે રાઈડ સરળ નથી. છેલ્લા દોઢ વર્ષોમાં FMCG ક્ષેત્ર તરફથી બજારને મહત્ત્વનો સપોર્ટ સાંપડ્યો છે. બેન્કિંગ ક્ષેત્રે હજી મોટા ભાગના પરિણામ બાકી છે. જોકે, બજાર ક્ષેત્રને લઈને પોઝિટીવ જણાઈ રહ્યું છે.

સેન્સેક્સઃ-108.46

ખૂલ્યોઃ 61,044.54

બંધઃ 60,815.04

હાઈઃ 61,420.13

લોઃ 60,551.15

NSE નિફ્ટીઃ - 63.20

ખૂલ્યોઃ 18,230.70

બંધઃ 18,114.90

હાઈઃ 18,314.25

લોઃ 18,034.35

ABOUT THE AUTHOR

...view details