આર્થિક વિકાસને વધારવાના પ્રયાસમાં, સરકારે શુક્રવારે જાહેર ક્ષેત્રની 10 બેંકોને મર્જ કરવાની મેગા યોજના જાહેર કરી હતી. જે કોઇ પણ બેંકોને પસંદ નથી અને બેંકિંગ સેક્ટર્સમાં ગાબડા પડવાનું યથાવત છે.
BSEના 30 શેરવાળા સેંસેક્સ કારોબારમાં 769.88 અંક એટલે કે 2.06 ટકા ઘટીને 36,562.91 અંક પર બંઘ થયું હતું.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી પણ 247.40 એટલે કે 2.24 ટકા ઘટીને 10,775.85 પર બંધ થઇ હતી.
2019-20ના જૂનમાં ભારતનો GDP ગ્રોથ 6 વર્ષના તળિયે રહીને 5 ટકાના સ્તરે ગયો હતો, જેના ઉત્પાદનમાં ઘટાડો અને કૃષિ ક્ષેત્રની પ્રવૃત્તિમાં થયેલા ઘટાડાને લીધે થયુ છે. આ સમગ્રને લઇ ઘરેલુ બજાર પર અસર પહોંચી છે.
સેંસેક્સમાં શરૂઆતમાં સૌથી વધારે ઘટીને ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેંક, ઓએનજીસી, એચડીએફસી, એમએન્ડએમ, એનટીપીસી, વેદાંતા, આઇટીસી અને એસબીઆઈમાં રહી હતી. જેના શેર 5 ટકા ગબડ્યા હતાં.
જ્યારે બીજી તરફ મહિંન્દ્રા ટેક, એચસીએલ ટેકના શેરમાં તેજી જોવા મળી હતી.
ગણેશ ચતુર્થીને લઇને સોમવારે શેર બજાર બંધ રહી હતી. શેર બજારના હાલના આંકડા મુજબ, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ શુક્રવારે રૂપિયા 1,162.95 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 1,502.27 કરોડ રૂપિયાના શેરના ખરીદનારા રહ્યાં હતાં.