દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમની અસર ભારતીય શેર બજાર પર પડતા શેરબજારમાં સકારાત્મક પ્રભાવ પડ્યો છે. આજે કારોબારી સત્રના પહેલા દિવસે શરૂઆતમાં સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 36 શેરમાં ઉછાળો નોંધાયો હતો.
PMના અમેરિકા પ્રવાસને લઈ શેરબજાર ચમક્યું, સેન્સેક્સમાં 1,400 અંકનો ઉછાળો
મુંબઈઃ શેરબજારની શરૂઆત આજે મોટા ઉછાળા સાથે થઈ હતી. જેમાં સેન્સેક્સમાં 800 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 260.85 અંક વધી 11,535.05 રહ્યો હતો.
etv bharat
આઈટી કંપનીઓના શેરમાં વેચવાલી જોવા મળી હતી. જેમાં ઈન્ફોસિસના શેર 3 ટકા ગગડ્યાં હતાં, તો TCSમાં 2.5 ટકા ઘટાડો નોંધાયો હતો. ટેક મહેન્દ્રાનો શેર 2.2 ટકા અને HCL ટેક 1.9 ટકા ગગડ્યો હતો.
Last Updated : Sep 23, 2019, 1:29 PM IST