ગુજરાત

gujarat

ETV Bharat / business

સેન્સેક્સમાં 780 પોઇન્ટની તેજી, નિફ્ટી 11,900ની ઉપર - સેન્સેક્સમાં સામેલ એચડીએફસીના શેર

મુંબઈ: વૈશ્વિક સંકેતો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી અને આઇટીસી જેવી મોટી કંપનીઓના શેરમાં વધારાને પગલે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 800થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

etv bharat
etv bharat

By

Published : Feb 4, 2020, 1:29 PM IST

30 કંપનીઓનો બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સ 400 થી વધુ પોઇન્ટ સાથે ખુલ્યો છે. બાદમાં તેમાં વધુ તેજી જોવા મળી હતી. કારોબાર દરમિયાન તે 815.49 પોઇન્ટ એટલે કે 2.05 ટકા વધીને 40,687.80 પોઇન્ટ પર છે. નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફટીમાં વધારો જોવા મળ્યો હતો. નિફટીમાં 235.55 અંક એટલે કે, 2.04 ટકા બઢતની સાથે 11,946.45 અંક પર કારોબાર રહ્યો છે.

ગત સત્રના કારોબારનાં સેન્સેક્સ 39,872.31 અંક અને નિફટી 11,707.90 અંક પર બંધ થયો હતો. સોમવારે પોર્ટફોલિયાના રોકાણકારોએ 1,200 કરોડનું વેચાણ કર્યું હતું. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 1,286.63 પોઇન્ટ ખરીદ્યા હતા.

સેન્સેક્સમાં સામેલ એચડીએફસીના શેરમાં સૌથી તેજી જોવા મળી હતી. જેમાં 2.5 ટકા સુધીના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હીરો મોટોકોર્પ, આઇટીસી, ઈન્ડસઇન્ડ બેન્ક અને એચડીએફસી બેંકમાં પણ મજબૂત શેર છે. આ સિવાય શંધાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિયોલના શેર બજારોની શરૂઆતની અસર સ્થાનિક બજારને પણ પડી છે. બ્રેન્ટ ક્રૂડ તેલ 0.51 ટકા વધીને 54.73 ડો લર પ્રતિ બેરલ રહ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details