- બજારમાં આજે જોવા મળ્યો જોરદાર ઘટાડો
- શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 પોઇન્ટથી નીચે
- તો બીજી તરફ નિફ્ટી 15000 પોઇન્ટની નીચે
મુંબઈ: આજે સોમવારે અઠવાડિયાનો પ્રથમ ટ્રેડિંગ દિવસ એટલે કે સોમવારના રોજ શેર બજાર થોડો ઉછાળા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 15.78 પોઇન્ટ (0.03 ટકા) 50905.54 પર ખુલ્યો હતો.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 પોઇન્ટથી નીચે, નિફ્ટી 15 હજાર પોઇન્ટની નીચે
તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17.30 પોઇન્ટ અથવા 0.12 ટકાના વધારા સાથે 14999.05 પર ખુલ્યો હતો. 996 શેરો વધ્યા, 409 શેરમાં ઘટાડો થયો અને 92 શેર યથાવત રહ્યા. આ પછી સવારે 11.14 વાગ્યે બજારોમાં જોરદાર ઘટાડો થયો હતો. સેન્સેક્સ 495.45 પોઇન્ટ (0.97 ટકા) ઘટીને 50394.31ના સ્તર પર પહોંચી ગયો છે. નિફ્ટી પણ ઘટ્યો અને 124.60 પોઇન્ટ (0.83 ટકા) ઘટીને 14857.15 પર બંધ રહ્યો હતો.