ગુરૂવારે યોજાયેલી સેબીની બેઠકમાં અનેક સુધારા પર ચર્ચા કરીને કેટલાક સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને સેબીની ચિંતા હાઉસીંગ સેક્ટરને લોન આપનારી ગેરબેંકિંગ નાણાકીય કંપનીઓમાં રોકાણને લઈને છે. સેબીએ કહ્યું છે કે, હવે લિક્વિડ ફંડ પોતાના કુલ એસેટના વધુમાં વધુ 20 ટકા કોઈપણ એક સેક્ટરમાં લગાવી શકે છે. અત્યાર સુધીમાં કોઈપણ એક સેક્ટરમાં 25 ટકા સુધીનું રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
સેબીએ મ્યુચ્યુઅલ ફંડના નિયમો વધુ કડક કર્યા, રોકાણકારોને થશે ફાયદો - benefit
નવી દિલ્હી: સેબી દ્વારા ગુરૂવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેબી દ્વારા લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ માટેના નિયમો સખત કડક કરવામાં આવ્યા છે. જેમાં કેટલીક દેવું ધરાવતી કંપનીઓ દ્વારા ડિફોલ્ટને જોતા આ પ્રકારની કડકાઈ જરૂરી હતી. જેને લઈને ભવિષ્યમાં રોકાણકારોને આ પ્રકારના કોઈપણ નુકસાનથી બચાવી શકાય.
આ ઉપરાંત પોતાની એસેટ્સની ઓછામાં ઓછા 20 ટકા રકમ રોકડ વિકલ્પોમાં રાખવી જરૂરી રહેશે. જેથી અચાનક રીડમ્પશનનું પ્રેશર આવે તો તેમાં ચુકવણી કરી શકાય. લિક્વિડ ફંડ સરળતાવાળા શોર્ટ ટર્મ ફંડ હોય છે. જે એવા ડેટ મ્યુચ્યુઅલ ફંડ હોય છે કે, જે 91 દિવસમાં સિક્યુરિટીમાં રોકાણ કરે છે. આ ફંડ એવા રોકાણકારો માટે ઉપયોગી છે, જેની પાસે અચાનક મોટી રકમ મળી હોય અને તેને એકથી ત્રણ મહિના સુધી આ રકમની જરૂરિયાત ન હોય, તેવી રકમ આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. આ મ્યુચ્યુઅલ ફંડને સૌથી ઓછા જોખમવાળા ફંડ તરીકે પણ ગણવામાં આવે છે.
સેબીના ચેરમેન અજય ત્યાગીએ કહ્યું છે કે, તમામ મોરચા પર સુધારા કરવાની જરૂરિયાત છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બેંકોમાં જમા રકમથી અલગ છે અને તેમાં સુરક્ષાની સાથે રોકાણનું તત્વ હોય છે. અત્રે નોંધનીય છે કે, ભારતનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ અંદાજે 26 લાખ કરોડ રૂપિયાનો છે.