ગુજરાત

gujarat

ETV Bharat / business

15 જુલાઇ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સ્થગિત, કેટલાકને પસંદગીના રૂટ પર મંજૂરી મળી શકે છે: DGCA - ડીજીસીએ પરિપત્ર

ડીજીસીએના પરિપત્ર મુજબ, "સક્ષમ ઓથોરિટીએ નિર્ણય કર્યો છે કે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓનું સંચાલન 15 જુલાઈ, 2020 ના રોજ રાતના 11.59 સુધી સ્થગિત કરવામાં આવ્યું છે."

By

Published : Jun 26, 2020, 9:07 PM IST

નવી દિલ્હી: ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે કહ્યું હતું કે તે દેશમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સના સસ્પેન્શનને 15 જુલાઇ સુધી લંબાવી રહ્યું છે, પરંતુ પસંદગીના રૂટ પર કેટલીક આંતરરાષ્ટ્રીય સેવાઓને મંજૂરી આપવામાં આવી શકે છે.

ભારતમાં કોરોના વાઇરસ રોગચાળાને કારણે 23 માર્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.

ડીજીસીએના પરિપત્ર મુજબ, "સક્ષમ ઓથોરિટીએ નિર્ણય કર્યો છે કે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓનું સંચાલન 15 જુલાઈ, 2020 ના રોજ રાતના 11.59 સુધી સ્થગિત કરવામાં આવ્યું છે."

તેમાં ઉમેર્યું હતું કે, "જો કે સક્ષમ ઓથોરિટી, કેસની પ્રાધાન્યતાના આધારે પસંદગીના રૂટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટને મંજૂરી આપી શકે છે."

એર ઇન્ડિયા અને અન્ય ખાનગી સ્થાનિક એરલાઇન્સ વંદે ભારત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચલાવી રહી છે.

કેન્દ્ર સરકારે ફસાયેલા ભારતીયોને વિદેશથી લાવવા અને અહીં અટવાયેલા વિદેશીઓને તેમના દેશમાં પરિવહન માટે મિશનની શરૂઆત 6 મેએ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details