નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અદાલતના અવમાનના કેસમાં 2017માં પસાર કરાયેલા આદેશ પર પુનર્વિચારણા કરવાની વિનંતી કરતા ઉદ્યોગપતિ વિજય માલ્યાની અરજી પર ગુરુવારે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે. . ભાગેડુ ઉદ્યોગપતિ માલ્યાએ 9 મે, 2017 ના રોજ સર્વોચ્ચ અદાલતના આદેશ પર પુનર્વિચારણા કરવા માટે અરજી કરી હતી, જેણે તેમને ન્યાયિક હુકમોને ધ્યાનમાં ન લેતા અને તેમના બાળકોના ખાતામાં 4 કરોડ અમેરિકન ડોલર સ્થાનાંતરિત કરવા બદલ અદાલતના અવમાનના કરવાનો દોષી ઠેરાવવમાં આવ્યો હતો.
SCએ અવમાનના કેસમાં આપેલા આદેશને લઇ માલ્યાની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો
નવ હજાર કરોડ રૂપિયાથી વધુના બેન્ક લોન ફ્રોડ કેસમાં આરોપી વિજય માલ્યા હાલ બ્રિટનમાં છે. સર્વોચ્ચ અદાલતે 2017માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના બેંકોના ગ્રુપની અરજી પર આદેશ આપ્યો હતો.
ન્યાયમૂર્તિ યૂ.યૂ. લલિત અને ન્યાયાધીશ અશોક ભૂષણએ આ કેસમાં દલીલો સાંભળ્યા બાદ ચૂકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે જૂન મહિનામાં તેમની રજિસ્ટ્રીને જણાવ્યું હતું કે, માલ્યાની પુનર્વિચાર અરજી છેલ્લા ત્રણ વર્ષમાં સંબંધિત કોર્ટ સમક્ષ કેમ સૂચિબદ્ધ કરવામાં આવી ન હતી. તેમણે રજિસ્ટ્રીને છેલ્લા ત્રણ વર્ષમાં અરજી સાથે સંબંધિત ફાઇલ જોનારા અધિકારીઓના નામ સહિતની તમામ માહિતી પ્રદાન કરવા જણાવ્યું હતું.
બેન્ક સાથે 9 હજાર કરોડ રૂપિયાની છેપરપિંડી કરનાર માલ્યા હાલ બ્રિટનમાં છે. સર્વોચ્ચ અદાલતે 2017માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના બેંકોના ગ્રુપની અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજીમાં જણાવાયું છે કે, માલ્યાએ વિવિધ ન્યાયિક આદેશોનું "ઉલ્લંઘન" કર્યુ છે અને બ્રિટીશ કંપની ડાયાજિયો પાસેથી મળેલા 4 કરોડ અમેરિકન ડોલર તેના બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.