નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રી અને તેમની કંપની દ્વારા દાખલ અરજી પર ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડ (ટીએસપીએલ) અને અન્યને શુક્રવારે નોટિસ ફટકારી છે. આ અરજીમાં, મિસ્ત્રી અને તેમની કંપનીએ તેમના શેરના પ્રમાણમાં ટી.એસ.પી.એલ. બોર્ડમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે એનસીએલએટીના આદેશમાં ખામીઓને દૂર કરવા વિનંતી કરી છે.
10 જાન્યુઆરીએ, સુપ્રિમ કોર્ટે ટાટા જૂથને રાહત આપી હતી અને ગયા વર્ષે 18 ડિસેમ્બરના નેશનલ કંપની લો અપીલટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) ના આદેશ પર સ્ટે મુક્યો હતો, જે અંતર્ગત મિસ્ત્રીના કારોબારી અધ્યક્ષનું પદ પુન સ્થાપિત કરાયું હતું.