ગુજરાત

gujarat

ETV Bharat / business

આવકવેરા વિભાગ વોડાફોન આઈડિયાને 733 કરોડ રૂપિયા પરત કરે: કોર્ટ - વોડાફોન આઈડિયા

ન્યાયાધીશ ઉદય યુ લલિત અને ન્યાયાધીશ વિનીત સરને તેમના ચુકાદામાં કહ્યું છે કે જ્યાં સુધી કર નિર્ધારણ વર્ષ 2014-2015નો સબંધ છે તો, આવકવેરા કાયદાની કલમ 143 (3) હેઠળ પસાર કરાયેલા અંતિમ ટેક્સ આદેશ દર્શાવે છે કે ટેલિકોમ ફર્મ 733 કરોડ રુપિયાના હકદાર છે,જ્યારે વર્ષ 2015-16માં 582 કરોડની માંગ કરવામાં આવી છે.

Vodafone Idea
Vodafone Idea

By

Published : Apr 29, 2020, 11:15 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે વોડાફોન આઈડિયાને આંશિક રાહત આપતા આવકવેરા વિભાગને 2014-15ના કર માટે 733 કરોડ રૂપિયા પરત આપવાનો નિર્દેશ આપ્યો છે.

આવકવેરા વિભાગે આ રકમ ચાર અઠવાડિયામાં પરત કરવાની રહેશે. જો કે, વોડાફોન આઈડિયા, અગાઉ વોડાફોન મોબાઇલ સર્વિસીસ લિ. હતું. તેણે વર્ષ 2014-15, 2015-16, 2016-17 અને 2017-18 માટે રૂપિયા 4,759.07 કરોડનું રિફંડ માંગ્યું હતું.

સર્વોચ્ચ અદાલતે 2014-15 સિવાયના અન્ય કોઈપણ વર્ષ માટે કોઈપણ આવકવેરા રીફંડનો આદેશ આપ્યો નથી.

ન્યાયાધીશ ઉદય યુ લલિત અને ન્યાયાધીશ વિનીત સરને તેમના ચુકાદામાં કહ્યું છે કે જ્યાં સુધી કર નિર્ધારણ વર્ષ 2014-2015નો સબંધ છે તો, આવકવેરા કાયદાની કલમ 143 (3) હેઠળ પસાર કરાયેલા અંતિમ ટેક્સ આદેશ દર્શાવે છે કે ટેલિકોમ ફર્મ 733 કરોડ રુપિયાના હકદાર છે,જ્યારે વર્ષ 2015-16માં 582 કરોડની માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details