ગુજરાત

gujarat

ETV Bharat / business

સુપ્રીમે નાણાં મંત્રાલયને પૂછ્યું- શું મુદ્દત દરમિયાન EMI પરનું વ્યાજ માફ કરી શકાય? - સોલિસિટર જનરલ તુષાર મહેતા

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કોરોના વાઇરસની મહામારી દરમિયાન EMIને સ્થગિત કરવાના કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આર્થિક પાસાઓ લોકોના સ્વાસ્થ્ય કરતા વધુ અગત્યના નથી.

SC asks Finance Ministry and RBI
સુપ્રીમે નાણાં મંત્રાલયને પૂછ્યું- શું મુદ્દત દરમિયાન EMI પરનું વ્યાજ માફ કરી શકાય?

By

Published : Jun 4, 2020, 5:01 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કોરોના મહામારી દરમિયાન EMIને સ્થગિત કરવાના કેસમાં સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકો માટે આર્થિક પાસા સ્વાસ્થ્ય જેટલા જરૂરી નથી. કોર્ટે કહ્યું કે, આજનો સમય સામાન્ય નથી. એક તરફ ઇએમઆઈ મુદ્દત આપવામાં આવી રહી છે, પરંતુ વ્યાજ દરમાં કંઈજ મળી રહ્યું નથી. આ વધુ નુકસાનકારક છે.

સુપ્રીમ કોર્ટે નાણાં મંત્રાલયને પૂછ્યું કે, હાલ બે મુદ્દાઓ છે, શું ઇએમઆઈ પરના વ્યાજમાંથી મુક્તિ આપી શકાય અને વ્યાજ પરના વ્યાજ છૂટ મળી શકે? આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે નાણાં પ્રધાન અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને રસ્તો શોધી રહ્યા છીએ. હાલમાં આગામી સુનાવણી 12 જૂને થશે.

અરજદાર વતી રાજીવ દત્તાએ કહ્યું કે, સરકારના જવાબ પર અમને ફરી એક અરજી ફાઇલ કરવાની મંજૂરી આપો. આ મજાક મજાક થઈ રહ્યો છે, હવે બધું બહાર આવી ગયું છે.

ABOUT THE AUTHOR

...view details