ગુજરાત

gujarat

ETV Bharat / business

SBIએ ફરી આધાર આધારિત ઑનલાઇન બચત ખાતા ખોલવાની સુવિધા શરૂ કરી

બેન્કે એક જાહેરાતમાં કહ્યું હતું કે 'ક્વિક સેવિંગ્સ એકાઉન્ટ' ની ઑફર હેઠળ ગ્રાહકને સંપૂર્ણ પેપરલેસ અનુભવ મળશે. આ બચત ખાતા માટે ગ્રાહકે માત્ર પાન નંબર અને આધાર નંબર આપવાનો રહેશે.

એસબીઆઇ
એસબીઆઇ

By

Published : Jun 12, 2020, 6:45 PM IST

મુંબઈ: ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ) એ શુક્રવારે આધારથી ઑનલાઇન બચત ખાતું ખોલવાની સુવિધા ફરી શરૂ કરી છે. આ સુવિધાનો ઉપયોગ બેન્કના 'યોનો' પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ બચત ખાતું ખોલવા માટે થઈ શકશે.

યોનો (યૂ ઑનલી નીડ વન) એ બેન્કની બેન્કિંગ અને જીવનશૈલી સેવાઓ સાથે સંકળાયેલી એકીકૃત સેવા છે.

બેન્કે એક જાહેરાતમાં કહ્યું હતું કે 'ક્વિક સેવિંગ્સ એકાઉન્ટ' ની ઑફર હેઠળ ગ્રાહકને સંપૂર્ણ પેપરલેસ અનુભવ મળશે. આ બચત ખાતા માટે ગ્રાહકે માત્ર પાન નંબર અને આધાર નંબર આપવાનો રહેશે.

બેન્કના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે આ ખાતામાં ગ્રાહકને બચત ખાતાની તમામ સુવિધાઓ મળશે. આ માટે, તેમને બેન્ક શાખામાં જવાની પણ જરૂર રહેશે નહીં.

યોનો દ્વારા ક્વિક સેવિંગ્સ એકાઉન્ટ ખોલનારા તમામ ખાતા ધારકોને તેમના નામે રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details