SBIને ચાલુ વર્ષના ચોથા ક્વાર્ટરમાં વ્યાજની આવક 14.9 ટકા વધી 22,954 કરોડ પર પહોંચી છે. જ્યારે વિતેલા વર્ષે આ જ સમયગાળામાં વ્યાજની આવક 19,974 કરોડ થઈ હતી. તેમજ SBIની ગ્રોસ NPA 8.71 ટકાથી ઘટી 7.53 ટકા રહી છે અને નેટ NPA 3.95 ટકાથી ઘટી 3.01 ટકા રહી છે. રૂપિયામાં જોઈએ તો SBIની ગ્રોસ NPA 1.88 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.72 લાખ કરોડ રૂપિયા રહી છે. બેંકનો ત્રિમાસિકગાળામાં લોન ગ્રોથ 6.7 ટકા રહ્યો છે. જ્યારે વાર્ષિક આધાર પર SBIનો લોન ગ્રોથ 13 ટકા રહ્યો છે.
ખોટમાંથી નફામાં આવી SBI, NPA પણ ઘટી
નવી દિલ્હી- નાણાંકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચોખ્ખો નફો 838.40 કરોડ નોંધાયો છે. જો કે, વિતેલા વર્ષે આ જ સમયગાળામાં SBIને રૂપિયા 7,718 કરોડની ખોટ ગઈ હતી.
ફાઇલ ફોટો
વાર્ષિક આધાર પર SBIનો ઓપરેટિંગ નફો 15,883 કરોડથી વધીને 16,933 કરોડ રૂપિયા રહ્યો છે. SBIએ પ્રોવિઝનિંગ 13,971 કરોડ રૂપિયાથી વધારીને 24,080 કરોડ રૂપિયા રહ્યું છે.