ગુજરાત

gujarat

ETV Bharat / business

SBIએ ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે ‘SIM Binding’ ફિચર લોન્ચ કર્યું - મુખ્ય ડિજિટલ અધિકારી રાણા આશુતોષકુમાર સિંહ

દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે (SBI) પોતાના કરોડો ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી (Digital fraud)થી બચાવવા માટે એક મોટું પગલું લીધું છે. SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે પોતાના યોનો (Yono) અને યોનો લાઈટ (Yono Lite App) એપમાં એક નવું સિક્યોરિટી ફિચર 'સીમ બાઈન્ડિંગ' (SIM Binding) લોન્ચ કર્યું છે.

SBIએ ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે ‘SIM Binding’ ફિચર લોન્ચ કર્યું
SBIએ ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે ‘SIM Binding’ ફિચર લોન્ચ કર્યું

By

Published : Aug 3, 2021, 10:39 AM IST

  • એસબીઆઈ (SBI)એ પોતાના ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી (Digital fraud)થી બચાવવા લીધું પગલું
  • એસબીઆઈ (SBI)એ ગ્રાહકોની સુરક્ષા માટે પોતાના યોનો (Yono) અને યોનો લાઈટ એપમાં (Yono Lite App) નવું સિક્યોરિટી ફિચર સીમ બાઈન્ડિંગ (SIM Binding) લોન્ચ કર્યું
  • જેમના મોબાઈલ નંબરની (Mobile Number) સીમ બેન્કમાં રજિસ્ટર્ડ છે તે ડિવાઈઝ પર આ કામ કરશે

ન્યૂઝ ડેસ્કઃ દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે (SBI) પોતાના કરોડો ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી (Digital fraud)થી બચાવવા માટે એક મોટું પગલું લીધું છે. SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે પોતાના યોનો (Yono) અને યોનો લાઈટ (Yono Lite App) એપમાં એક નવું સિક્યોરિટી ફિચર 'સીમ બાઈન્ડિંગ' (SIM Binding) લોન્ચ કર્યું છે. આ ગ્રાહકોને ડિજિટલ ફ્રોડથી બચાવશે. સીમ બાઈન્ડિંગ ફિચરની સાથે યોનો અને યોનો લાઈટ માત્ર એ જ ડિવાઈઝ પર કામ કરશે, જેમના મોબાઈલ નંબરની સીમ બેન્કમાં રજિસ્ટર્ડ છે.

આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ લોન્ચ કર્યું કેશલેસ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-Rupi, જાણો શું તેની તમામ ખાસિયતો

તમામ ગ્રાહકોને સારી સુરક્ષા આપવાનો અમારો ઉદ્દેશઃ SBI

એસબીઆઈ ડીએમડી (સ્ટ્રેટેજી) અને મુખ્ય ડિજિટલ અધિકારી રાણા આશુતોષકુમાર સિંહે જણાવ્યું હતું કે, અમે SBIને 2 સૌથી લોકપ્રિય પ્લેટફોર્મો એટલે કે યોનો (Yono) અને યોનો લાઈટ (Yono Lite)માં સિમ બાઈન્ડિંગ સુવિધા શરૂ કરવાની ખુશી છે. આ નવી સુવિધાની સાથે અમારો ઉદ્દેશ અમારા તમામ ગ્રાહકોને સારી સુરક્ષા આપશે અને તેમને સુવિધાજનક તેમ જ સુરક્ષિત ઓનલાઈન બેન્કિંગ (Online Banking) અનુભવ આપવાનો છે. અમે SBIમાં હંમેશા ગ્રાહકોને તેમના ઘરોમાં આરામથી ડિજિટલ બેન્કિંગ સેવા (Digital Banking Service) કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને યોનો (Yono) તેમ જ યોનો લાઈટ (Yono lite)ના વન-સ્ટોપ બેન્કિંગ (One stop Banking) અને લાઈફસ્ટાઈલ સોલ્યુશન્સ (Lifestyle Solutions)નો લાભ ઉઠાવીએ છીએ.

આ પણ વાંચો-Reliance AGM : જિઓ અને ગૂગલે બનાવેલો JioPhone Next લોન્ચ, ગણેશ ચતુર્થીથી વેચાણ શરૂ

સીમ બાઈન્ડિંગ ફિચર આ રીતે કામ કરશે

  • ગ્રાહકોની વધતી સુરક્ષા સુવિધાઓની સાથે યોનો (Yono) અને યોનો લાઈટ (Yono Lite)ના નવા વર્ઝનનો ઉપયોગ કરવા માટે પોતાની મોબાઈલ એપ (Mobile App)ને અપડેટ કરવી પડશે અને આ એપ પર ફરી એક વાર રજિસ્ટ્રેશન પ્રોસેસ (Registration Process) પૂર્ણ કરવી પડશે.
  • રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બેન્કની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
  • ગ્રાહકોને એ નક્કી કરવું પડશે કે, તેઓ તે ડિવાઈઝની સાથે પોતાને રજિસ્ટર કરે, જેમાં રજિસ્ટર્ડ કોન્કેટ્ક નંબરનું સીમ છે.
  • યોનો અને યોનો લાઈટ વન મોબાઈલ ડિવાઈઝ-વન યૂઝર- વન આરએમએનના બેઝિક નિયમોની સાથે કામ કરશે. જોકે, ગ્રાહક બેન્કની સાથે RMNના સિમનો ઉપયોગ કરીને એક જ મોબાઈલ ડિવાઈઝ પર યોનો (Yono) અને યોનો લાઈટ (Yono Lite)નો ઉપયોગ કરી શકે છે. જો ગ્રાહક મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે, જે બેન્કની સાથે રજિસ્ટર્ડ નથી. તો તે યોનો અને યોનો લાઈટ પર રજિસ્ટ્રેશન પ્રોસેસને પૂરું નહીં કરી શકે.
  • નવું સીમ બાઈન્ડિંગ (SIM Binding) ફિચર બે અલગ-અલગ યુઝર્સને એક ડ્યુઅલ સીમ હેંડસેટમાં અલગ અલગ યોનો અને યોનો લાઈટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, પરંતુ બંને યુઝર્સના RMSના સીમ ડિવાઈઝમાં નાખેલા હોવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details